Wednesday, 12/02/2025
Dark Mode

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.  દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત” ટ્રાઈબલ મ્યુઝિયમ” આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

January 26, 2025
        3618
દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.   દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત” ટ્રાઈબલ મ્યુઝિયમ” આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

રાજેશ વસાવે :- દાહોદ 

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે. 

દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત” ટ્રાઈબલ મ્યુઝિયમ” આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

દેશ વિદેશમાંથી આવતા પર્યટકો માટે ટ્રાઇબલ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે.

દાહોદ તા. ૨૬

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.  દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત" ટ્રાઈબલ મ્યુઝિયમ" આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતો ટ્રાઇબલ મ્યુઝિયમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. દાહોદના સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 13 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર વિશાળ કેમ્પસમાં ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. દાહોદ જ નહીં પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ ,મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત ભારતના 19 રાજ્યો તેમજ વિદેશોમાં અલગ અલગ સ્થળે વસતા આદિવાસી સમાજની રહેણી કરની,પરંપરાઓ,ખાણીપીણી,પહેરવેશ, લોકગીતો, તહેવારો તેમજ આદિવાસી સમાજ પ્રકૃતિને કેવી રીતે વરેલો છે. તે બતાવવા માટે આબેહૂબ ફળિયા, કાચા મકાનો તેમજ ઘરના વડીલો માતા-પિતા , બાળકો અંગેનો જીવન આ ટ્રાયબલ મ્યુઝિયમમાં ઊભું કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આદિવાસીઓનું જીવન તેમની સંસ્કૃતિ, તેમના વ્યવહારો સહિતની તમામ જાણકારી મેળવવા તેની અનુભૂતિ કરવા માટે ગુજરાત અને ભારતભરમાંથી પર્યટકો માટે આ ટ્રાયબલ મ્યુઝિયમ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. એટલું જ નહીં અહીંયાની દરેક દિવાલો ઉપર પીથોડા સંસ્કૃતિની કળા દર્શાવવામાં આવી છે. ટ્રાઇબલ મુજબના પરિસરમાં વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકૃતિને જીવંત રાખવા આદિવાસી સમાજમાં વાંસનું કેટલું મહત્વ હતો. તે જણાવવાનો પ્રયાસ કર્યો છે.આદિવાસી બાહુલ્ય ધરાવતા આદિવાસી વિસ્તારના જ સ્માર્ટ સિટીમાં આદિવાસી વૈવિધ્યતા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે એટલું જ નહીં પણ દાહોદમાં એક નોખા પ્રકારનું ટુરીઝમ પણ વિકાસ પામશે હા આદિવાસી મ્યુઝિયમ માં અથવા તો તેના આજુબાજુના વિસ્તારમાં જો રહેણાંકની સુવિધા ઉભી કરવામાં આવે તેમ જ આદિવાસી પરંપરા ને ઉજાગર કરતા નૃત્ય અને ઢોલ વાદ્યોના સમન્વય થકી દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જો રજુ કરવામાં આવે તો આ આદિવાસી મ્યુઝિયમમાં ચાર ચાંદ લાગી શકે અને દેશ અને રાજ્યભરના આદિવાસી પહેરવેશ ખેતીના સાધનો અને રહેણી કરણી માટે વપરાતા વાસણ વિગેરે નું વેચાણ પણ શરૂ કરાય તો સારામાં સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ શકે તેવું કહેવું અસ્થાને નથી 

*ટ્રાઇબલ મ્યુઝિયમના પ્રવેશ દ્વાર પર ગુરુ ગોવિંદજીની વિશાળ પ્રતિમા, તેમજ રામ- લક્ષ્મણ અને શબરીની પ્રતિમા આકર્ષણ જમાવશે.*

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.  દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત" ટ્રાઈબલ મ્યુઝિયમ" આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

ટ્રાઇબલ મ્યુઝિયમના પ્રવેશ દ્વાર પર આદિવાસી સમાજ માટે પુજનીય અને આદર્શ ગણાતા ગુરુ ગોવિંદજીની પ્રતિમાં મૂકવામાં આવી છે. સાથે સાથે રામ લક્ષ્મણ તેમજ શબરીની પ્રતિમા મૂકવામાં આવી છે. જેના પરથી સાબિત થાય છે. કે આદિવાસી સમાજ ત્રેતાયુગ પહેલા પણ આ ધરતી પર હયાત હતું.

*ઇન્ડોર-આઉટર મ્યુઝિયમ, ડિસ્પ્લે ઓડિટોરિયમની સુવિધા ઉભી કરવામાં આવી છે.*

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.  દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત" ટ્રાઈબલ મ્યુઝિયમ" આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

 

ટ્રાયબલ મ્યુઝિયમમાં ઇન્ડોર મ્યુઝિયમમાં, આદિવાસી સમાજના નૃત્ય, તેમની રહેણી કરની, તેમના રસોડામાં વપરાતા વાંસ અને ગોબર દ્વારા બનાવેલા સાધનો, પાણી, અનાજ ભરવાના સાધનો, પશુઓની પ્રતિમા તેમજ ગુજરાત તેમજ ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરતા આદિવાસીઓ ની ઓળખ, તેમની સંસ્કૃતિ તેમનું કલ્ચર વિગેરેની જાણકારી દર્શાવવામાં આવી છે. જ્યારે આઉટડોર તથા અન્ય એક ઇન્ડોર મ્યુઝિયમમાં મોટા ડિસ્પ્લે ઉપર આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમમાં પ્રસ્તુતિ કરવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

*એક્ઝિબિશન સેન્ટર, વિશાળ પાર્કિંગ તથા કાફે-રેસ્ટોરેન્ટમાં દેશી સ્ટાઇલમાં વાનગીઓ પીરસવામાં આવશે..*

દુનિયાભરમાં વસસાટ કરતા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ કલ્ચરને ઉજાગર કરશે.  દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્મિત" ટ્રાઈબલ મ્યુઝિયમ" આદિવાસી અસ્મિતાની ઓળખ બનશે..

 

ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ અને કલ્ચરને ઉજાગર કરતા ખાસ કરીને હસ્તકલા દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન માટે એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ટુરિસ્ટ અને પિકનિક કરવા માટેના શોખીનો આ ટ્રાયબલ મ્યુઝિયમની મુલાકાતે આવશે તો તેમના માટે વિશાળ પરિસરમાં પથરાયેલા ગાર્ડન, પ્લે એરીયા, તેમજ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં કાફે તથા રેસ્ટોરેન્ટમાં ટ્રાઇબલ ટેરેટરીમાં બનતી વાનગીઓ, ખાવા પીવાની વસ્તુઓ, તદ્દન દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!