Monday, 10/02/2025
Dark Mode

સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

January 22, 2025
        8943
સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.

સીંગવડ તા. ૨૧               

 દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સીંગવડ તાલુકા ના જી.એલ. શેઠ હાઇસ્કૂલની પાછળ ના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હોય તેની સમીક્ષા કરવા માટે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે સીંગવડ ખાતે પ્રજાસત્તાક પર્વની બેઠક યોજાઇ હતી. જ્યારે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સીંગવડ જી.એલ.શેઠ હાઇસ્કૂલની પાછળ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હોય જ્યારે આ બેઠક અન્વયે કલેક્ટર યોગેશ નીરગુડેએ સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને સુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી. જ્યારે જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં પોલીસ વિભાગના જવાનોની પ્લાટુનની પરેડ યોજાવાની સાથે વિવિધ વિભાગોના ટેબલો તેમજ, શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતી તેમજ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી અને કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત સાથે સરકારી ક્ચેરીઓને રોશનીથી શણગારવા જ ના આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા.

 

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સુશ્રી સકીનાબેન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, સિંગવડ મામલતદાર ભાભોર સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ભગોરા રણધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા પીએસઆઇ સહિત અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!