
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં મનરેગા યોજનામાં આવાસ યોજના સંમિલિત કરવા ગ્રામીણ વિકાસ મંત્રાલયને સંબોધીને TDO ને રજુઆત.
દાહોદ તા.21
દાહોદ જિલ્લા સહીત તાલુકામાં આવાસ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ સરકારે કેટલા આવાસ ફાળવ્યા? શું દાહોદ જિલ્લામાં 31 લાખ જનતા છે તો કોને આવાસ મળશે? આ એક મોટો સળગતો પ્રશ્ન? ખરેખર સરકારે લક્ષાત બહાર પાડવો જોઈએ જેને લઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરવામાં આવી.જનતા ટાઇગર સેના જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે .જનતા ટાઇગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં સામાજિક કાર્યકર નીલમબેન વસૈયાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને વિનંતીપત્ર આપી રજુઆત કરાઈ હતી.જેમાં યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે મનરેગા યોજના ગ્રામીણ વિકાસ મંત્રાયલ હેઠળ આવે છે અને આવાસ યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાયલ હેઠળ આવે છે .હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામો જેવાકે ચેક ડેમ ચેક વોલ સદંતર બિનઉપયોગી છે અને એક કામ માટે લગભગ 5 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. આ જનતાના ટેક્ષના પૈસાનો દુરુપયોગ છે .જયારે મનરેગા યોજના હેઠળ આવાસની કામગીરી લાવવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય એમ છે ..મનરેગા યોજનામાં 60% અને 40%રેશિયો પણ જળવાય અને 5 લાખમાં ચોક્કસ પણે દાહોદ જિલ્લામી 31 લાખ જનતાને આનો લાભ મળે એમ છે..
સાથે સાથે સંજેલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ નિષ્પક્ષ રીતે લાભાર્થીને લાભ આપવો જોઈએ વર્ક ઓર્ડર,એસ્ટીમેટ,વહીવટી મંજૂરી માટે પૈસા માંગવામાં આવે છે આ સિસ્ટમ બંધ થવી જોઈએ આવનાર સમયમાં આ ટકાવારી સિસ્ટમ બંધ ન થાય તો જનતા ટાઇગર સેના એ સી બી નો સહારો લઈ લાંચિયા કર્મચારીઓ ,અધિકારીઓ વિરુદ્ધ અભિયાન ચલાવશે.
આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સંજય નિનામાં, રમસુભાઈ હઠીલા થતા જનતા ટાઇગર સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.