Wednesday, 12/02/2025
Dark Mode

*દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

January 18, 2025
        678
*દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

દાહોદ તા. ૧૮ 

*દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

: દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યશ્રી મહેન્દ્ર ભાભોર, જીલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી દ્વારા ટીબી મુક્ત ગ્રામ પંચાયત હેઠળ પી આર આઈ મીટીંગ યોજવામા આવી હતી. 

*દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

આ નિમિતે માન.પ્રધાનમંત્રીશ્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાનને સાર્થક કરવા માટે તમામ પંચાયતી રાજના સભ્યશ્રીને મારુ ગામ ટીબી મુક્ત ગામ માટે આહવાન કરવામાં આવ્યું હતુ. 

આ પી આર આઈ મીટીંગ જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારીશ્રી ડૉ. અમરસિંગ ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં મેડીકલ ઓફિસર ,આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતી રાજના સભ્યો હાજર રહ્યા હતા. 

પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધ્યોગિક ક્ષેત્રે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. 

જે અન્વયે ધારાસભ્યશ્રી અને પ્રમુખશ્રીએ નિક્ષય મિત્ર બન ને કુલ ૧૦ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં માટે આહવાન કરવામાં આવ્યું હતું.

                                  ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!