
રાજેશ વસાવે :- દાહોદ
વડોદરા શહેરમાં થતી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો, અનાસના કોતરમાં સંતાડેલી બાઈકો મળી આવી.
દાહોદ એલસીબી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી આંતરરાજ્ય બે વાહન ચોરને ઝડપ્યા,10 બાઈકો કબજે લીધી
વાહન ચોરીને અંજામ આપનાર રાજસ્થાનના બે તસ્કરો ઝડપાયા,
દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં ગુનાખોરીને અટકાવવા તેમજ વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ દ્રારા હાલ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન દાહોદ LCB પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રાજસ્થાન તરફથી વગર નંબરની મોટરસાઇકલ પર આવતા બે યુવકોનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડયા હતાં.ત્યારબાદ પકડાયેલા બંનેની ઘનિષ્ઠ પુછપરછ ધરતા ચોકાવનારા ખુલાસાઓ થયા છે.જેમાં ઉપરોક્ત ઝડપાયેલા ઈશ્વરલાલ રામચંદ્ર કટારા રહેવાસી લોહારિયા બડા કુશળગઢ જિલ્લા બાસવાડા રાજસ્થાન તેમજ દિલ્પેશ તારાચંદ કટારા રહેવાસી ટીમેડા કોટડા ફળિયું કુશલગઢ બાસવાડા આ બન્ને બાઈક ચોર હોવાનું ખુલાસો થયો હતો.અને તેમના દ્વારા ચોરેલી બાઇકો રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલા દાહોદના અનાસ ગામે કોતરમાં સંતાડેલી હતી . જેમાં પોલિસે તપાસ દરમિયાન 10 બાઈકો જપ્ત કરી હતી.જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોક્ત ચોરેલી તમામ બાઈકો વડોદરા શહેરમાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે . નોંધનીય બાબત છે કે ઉપરોક્ત પકડાયેલા બન્ને બાઈક ચોરો ડુપ્લીકેટ ચાવીની મદદથી બાઈક ચોરીને અંજામ આપતા હતા.ઝડપાયેલા બન્ને બાઈક ચોરોના હવે પોલીસ રીમાન્ડ મેળવશે.અને રીમાન્ડ દરમિયાન ઉપરોક્ત ચોરેલી બાઈકો કોણે અને ક્યાં વેંચતા હતા.? અને તેમની સાથે ચોરીની ઘટનાઓમાં અન્ય કેટલા લોકો સામેલ હતા. પકડાયેલા વાહન ચોરોની વડોદરા ખાતે ચોરી દરમિયાન કોણે કોણે મદદ કરી હતી.? અને જે જગ્યાએ બાઈકો છુપાવી હતી.ત્યાં કોની મદદથી આ બાઈક ચોરો ગુનાઓ આચરતા હતા. એટલે હવે પોલીસ રાજસ્થાન અને ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓમાં તપાસનો દોર લાંબાવશે અને કદાચ આવનારા સમયમાં નવા ખુલાસાઓ કરશે.