
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના નાના સરણૈયાના બાઈક ચાલક યુવાને બટકવાડા રસ્તા ઉપર પતંગની દોરી આવી જતા ગાળામાં ગંભીર ઇજા*
*ઇજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સંતરામપુર સરકારી દવાખાનામાં ખસેડાયો*
સુખસર,તા.14
ફતેપુરા તાલુકાના નાના સરણૈયા ગામનો યુવાન મોટરસાયકલ લઈ બટકવાડા રસ્તા ઉપર જઈ રહ્યો હતો. તેવા સમયે મોટરસાયકલ ચાલકને ગળાના ભાગે પતંગનો દોરો આવી જતા ગળામાં ઇજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી સંતરામપુર દવાખાનામાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ નાના સરવૈયાનો વતની બટકવાડા બાજુ કામ અર્થે અન્ય એક વ્યક્તિ સાથે મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો.તેવા સમયે મોટરસાયકલ ચાલક યુવાનને પતંગની દોરીથી ગળાના ભાગે ઇજાઓ થવા પામતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તાબડતોબ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી તપાસ કરતા ગળામાં ગંભીર ઇજા જોવા મળી હતી.જેથી 108 એમ્બ્યુલન્સના ઇમર્જન્સી મેડિકલ ટેકનીશીયન કલ્પેશભાઈ મછાર તેમજ પાયલોટ દિલીપસિંહ ચૌહાણ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપતા હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા.અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર ચાલુ કરી ઇ.આર.સી.પી ફિઝિશિયન ડોક્ટર લિપિ મેડમના માર્ગદર્શનથી એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી મેડિકલ ટેકનીશીયન દ્વારા સૂઝબુઝથી ખૂબ જ કાળજીપૂર્વક સારવાર આપતા સંતરામપુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો.જ્યાં સંતરામપુર સરકારી દવાખાનાના ડોક્ટર મોનિકા મેડમ દ્વારા તપાસ કરી સારવાર ચાલુ કરવામાં આવી હતી.આમ 108 ઈમરજન્સી વાનના મેડિકલ ટેકનિશિયન અને પાયલોટ દ્વારા આવડત અને અનુભવના સહારે ગળામાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અને ઈજાગ્રસ્ત માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાચા અર્થમાં દેવદૂત સાબિત થયા હતા.