
સિંગવડ ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડાયાલિસિસ મશીનો 40 દિવસ થી બંધ હાલતમાં, દર્દીઓને હાલાકી ..
દાહોદ તા .16
સિંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ નું મશીન 40 દિવસ થી બંધ હોવાના લીધે ડાયાલિસિસ કરાવતા દર્દીઓને મુશ્કેલી તથા તે દર્દીઓને સંજેલી મોરવા હડફ વગેરે દુર દુર જવા માટે મજબૂર થવું પડે છે જ્યારે સરકાર દ્વારા દર્દીઓને તકલીફ નહીં ઉઠાવી પડે તે હેતુથી દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ડાયાલિસિસ ના મશીનો આપવામાં આવ્યા છે જ્યારે સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના મશીનો 40 દિવસ થી બળી ગયેલા હોય અને એના માટે અમદાવાદ સુધી રજૂઆત કર્યા છતાં આ મશીનો રીપેરીંગ કરવામાં નથી આવ્યા જ્યારે સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ મશીન હતા તેમાંથી એક ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દેવાતા સિંગવડ ના દર્દીઓને તકલીફ ઉઠાવી પડતી હોય છે અને બીજા સામુહિક કેન્દ્રમાં ડાયાલિસિસ કરાવવા જવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે ડાયાલિસિસ ના મશીનો રીપેરીંગ કરવામાં આવે તો દર્દીઓને દૂર દૂર સુધી જવા મજબુર નહીં થવું પડે જ્યારે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર ની આંખ નથી ખુલતી તેમ લાગી રહ્યું છે કે પછી ડાયાલિસિસ ના દર્દીઓને આવી ઠંડીમાં હેરાન કરવા માટે મશીન રીપેરીંગ કરવામાં નથી આવતા તેમ લાગે છે જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા પણ રજૂઆત કરવામાં આવ્યા છતાં આ મશીનનો રીપેરીંગ નહી થતા સરકારી તંત્રનું પેટનું પાણી હાલતું નથી તેમ લાગી રહ્યું છે શું આ ડાયાલીસીસ ના મશીનો રીપેરીંગ થશે ખરા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.