
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ઉતરાણપર્વની ઉજવણી માતમમાં ફેરવાતા અલગ અલગ પરિવારોએ સ્વજન ગુમાવ્યા..
ઝાલોદમાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોતથી કરૂણાંતિકા સર્જાઇ, એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.14
ઝાલોદ તાલુકામાં મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત નીપજયા હોવાનું સામે આવ્યું છે. તહેવારના દિવસે સર્જાયેલી કરુણંતીકામાં મરણ પામેલા લોકોના સ્વજનોમાં ભારે ગમગીની છવાઈ છે. જેનાં પગલે સ્વજનોના રોક્કળથી ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે.
દાહોદ જિલ્લામાં હાલ માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે. ત્યારે ઝાલોદ તાલુકામાં સર્જાયેલા માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે બનવા પામ્યો છે.જેમાં બે બાઈકો સામસામે અથડાતા વેલપુરા ગામના ગુલાબભાઈ બાબુભાઈ બામણીયા,તુષાર દિલીપભાઈ ડામોર તેમજ જીગ્નેશભાઇ દલસિંગભાઇ બારીયા બાજરવાડા તથા કલ્પેશભાઈ મહિડા રહેવાસી ઠક્કરબાપા ઝાલોદનું ઘટના સ્થળે કમકમાટી ભર્યો મોત નીપજતા ચારેય યુવકોના પરિવારજનોમાં તહેવારના દિવસે મારે ગમગીની છવાઈ જવા પામી છે.જ્યારે માર્ગ અકસ્માત નો બીજો બનાવ રાજસ્થાન ગુજરાતને જોડતી ધાવડીયા ચેકપોસ્ટ નજીક બનવા પામ્યો છે જેમાં કેતનભાઇ જેસીંગભાઇ બારીયા રહેવાસી કૃષ્ણકુન સોસાયટી ગોદીરોડ તેમની પત્ની તેમજ બાળક જોડે કોળીવડ સાસરીમાં ઉતરાયણનું પર્વ બનાવવા આવ્યા હતાજ્યાં કેતનભાઇ જેસીંગભાઇ, તેમના સસરા અતુલ દિલીપ ગરાસીયા તેમજ તેમનો સાળો સતીશ અતુલ ગરાસીયા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ બાઈક પર ઝાલોદ કોઈ કામ અર્થે આવ્યા હતા . જ્યાંથી પરત જતા સમયે રસ્તામાં આરટીઓ ચેકપોસ્ટ નજીક GJ-20-AQ-7155 નંબરની eeco ગાડીએ કેતનભાઇની બર્ગમેન ગાડીને ટક્કર મારતા સર્જાયેલી કરુણાતીકામાં ઉપરોક્ત ત્રણેય ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચતા કેતનભાઇ જયસિંગભાઈ બારીયાને સારવાર અર્થે દાહોદ રીફર કરતા તેઓનું ઝાયડસ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા મોત થયું હતું. જયારે કેતનભાઇના સાળા સતીશ અતુલ ગરાસિયાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કેતનભાઇના સસરા અતુલભાઇ ગરાસીયા ને નજીકના દવાખાને સારવારથી ખસેડવામાં આવ્યું છે. હાલ બંને મરણ જનારને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બનાવ બાદ ઇકો ગાડીનો ચાલક ફરાર થઈ જવા પામ્યો છે. ઉપરોક્ત બંને બનાવોમાં ઝાલોદ પોલીસે માર્ગ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આમ પોલીસ અને આરટીઓ ના સંયુક્ત ક્રમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વચ્ચે ઉતરાયણ જેવા તહેવારના દિવસે ઝાલોદ પંથકમાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થતા જે તે પરિવારજનોમાં તહેવારના દિવસે માતમ છવાઈ છે એટલું જ નહીં પોતાના વાહલસોયા સ્વજનોને ગુમાવનાર પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ભારે ગમગીની છવાઈ જવા પામી છે.