રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે ગુજરાતના મુખ્યમંત્રી સાથે રૂબરૂ મળીને ગરબાડા ના ડેવલોપમેન્ટ માટે લેખિતમાં રજૂઆત કરી
ગરબાડા તા. ૧૧
વાત કરે તો દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુંલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયા રોજગારીના અભાવે દિવાળીનો તહેવાર પૂરો થતાની સાથે જ લોકો પોતાનું પેટિયું રળવા માટે તેમજ કામ ધંધો જોવા માટે પોતાનું વતન છોડીને કાઠીયાવાડ અને સૌરાષ્ટ્ર ખાતે મજૂરી માટે વિસ્થાપન કરતા હોય છે. વર્ષોથી આવી પરિસ્થિતિ દાહોદ જિલ્લામાં જોવા મળી રહે છે. અને સ્થળાંતરના દર ઘટાડાની જગ્યાએ નોન સ્ટોપ વધારો જોવા મળી રહે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ તેમજ નાના મોટા ઉદ્યોગોને બેરોજગારી વેચવાનો વારો આવી રહ્યો છે. જે બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને ગરબાડા તાલુકામાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે પત્ર લખી રજૂઆત કરી હતી જેમાં તેમણે ગરબાડા તાલુકામાં રોજગારી મળી રહે તે માટે મોટી કોઈ ઇન્ડસ્ટ્રીઝ ફાળવવામાં આવે તેમજ દાહોદ જિલ્લો એ પશુપાલન કક્ષામાં ખૂબ સારું કામ કરી રહ્યો છે તે માં પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાય તેમજ સોલાર સ્ટ્રીટ લાઇટની સુવિધા સરકારના સીએસઆર ફંડ યોજનામાંથી કરવામાં આવે તેમ જ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં શિક્ષણમાં પછાત માનવામાં આવે છે તે માટે પોતાના વિસ્તારમાં જ સારી શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે સાયન્સ કોલેજ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ તેમજ કતવારા ખાતે આઈ.ટી.આઈ ફાળવવામાં આવે દાહોદ જિલ્લાની આનબાન અને સાન ગણાતું રતન મહાલ રીંછ અભ્યારણ જે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ જોવા મળતું નથી એ રતનમહાલ અભ્યારણમાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે અને તેને પણ વિકાસની રૂપરેખામાં લેવામાં આવે અને ગીર અભ્યારણ ની જેમ ડેવલોપમેન્ટ કરવામાં આવે જેના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે ખાસ ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ રતન મહાલ રીંછ અભ્યારણમાં ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે જે સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી જોવા મળતી. ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકાને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દત્તક લીધો છે. હવે જોવાનું રહ્યું સરકાર દ્વારા દાહોદ જિલ્લા ઉપર રોજગારી શિક્ષણ તેમજ અન્ય ઉદ્યોગો માટે શું કરવામાં આવે છે અને કઈ કઈ સુવિધા નો લાભ દાહોદ જિલ્લા તેમજ ગરબાડા ને આપવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે..