રાજેશ વસાવે :- દાહોદ
રોહિત સમાજપંચ દાહોદ વિભાગની બારા પંચ ની સાધારણ સભા દાહોદ મહેન્દ્રા શોરૂમ પાસે યોજાઈ
દાહોદ. તા. ૭
રોહિત સમાજપંચ દાહોદ વિભાગની બારા પંચ ની સાધારણ સભા દાહોદ મહેન્દ્રા શોરૂમ ની બાજુમાં રાછરડાથી શ્રી કનુભાઈ વાલાભાઇ નોકમ ની અધ્યક્ષતામાં તા. 05/01/2025
રવિવાર ના રોજ 11:00 કલાકે રાખવામાં આવી તેમા દાહોદ વિભાગ અને મધ્યપ્રદેશ ગામોના તમામ રોહિત ભાઈઓ હાજર રહી સમાજ સુધારણા માટે મુદ્ધાવાર ચર્ચા કરી નવા હોદ્દેદારોની નિમણૂંક બાબતે ચર્ચા કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં રોહિતભાઈની બહુમતી થી જૂની બોડી યથાવાત રાખવા માટે સંમતિ આપવામાં આવી. ખાલી પડેલ જગ્યા માટે અધ્યક્ષશ્રી તેમજ મંત્રીશ્રી નવી નિમણૂંક કરવામાં આવી. તેમાં માન. અધ્યક્ષશ્રી તરીકે જેસાવાડાથી શ્રી રામાભાઇ માનાભાઇ પરમાર અને માન. મંત્રીશ્રી વિજાગઢથી શ્રી ભરતભાઇ કાનજીભાઇ મકવાણાની વરણી સર્વાનુમતે કરવામાં આવી અને આ નિમણૂંક આખી સભાએ તાળીઓના ગડગડાથી વધાવી લેવામાં આવી. જેથી રોહિત સમાજ પંચ દાહોદ વિભાગ બારા પંચની કામગીરી રાબેતા મુજબ હોદ્દેદારો સંભાળશે તે તમામ રોહિત ભાઈઓએ નોંધ લેવી. સામાજિક કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોના સમાધાન માટે ગામ લેવલે નવી સમિતિઓ બનાવવા માટે નિર્ણય લેવાયો.