બાબુ સોલંકી :- સુખસર
*અખિલ ભારતીય જયસવાલ (સર્વર્ગીય)મહાસભાના રાષ્ટ્રીય હોદ્દેદારોની વરણી કરાઈ*
*દેવગઢ બારીયાના ભરતભાઈ કલાલની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી*
*રાષ્ટ્રીય સહમંત્રી અને મીડિયા પ્રવક્તા તરીકે હિતેશ કલાલની નિમણૂક*
સુખસર,તા.7
અખિલ ભારતીય જયસ્વાલ (સર્વ વર્ગીય) મહાસભાના મુખ્ય આશ્રયદાતા બલેશ્વરવ્યાલજી,વરિષ્ઠ આશ્રયદાતા પન્નાલાલજી જયસ્વાલ, રાષ્ટ્રીય આશ્રયદાતા કિશોર હેમરાજજી જયસ્વાલ,રાષ્ટ્રીય આશ્રયદાતા રવિન્દ્રજી જયસ્વાલ અને મુખ્ય રાષ્ટ્રીય પ્રભારી,પુરનચંદજી ઝરીવાલ દ્વારા કરાયેલી ભલામણો અને વ્યાપક ચર્ચાઓના આધારે, રાષ્ટ્રિય અધ્યક્ષ મદનલાલ પ્રભાતિલાલ જયસ્વાલ દ્વારા જવાબદારીઓ નિભાવતા અને બંધારણનું પાલન કરતા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સત્ર 2024-2027 માટે અખિલ ભારતીય જયસ્વાલ (સર્વ વર્ગ) મહાસભાના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,સહ મંત્રી અને મિડિયા પ્રવક્તાની નિયુકિત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય જયસવાલ સર્વ વર્ગીય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ મદનલાલ જયસ્વાલ દ્વારા સમાજના આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કરી તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ભારત દેશના 12 ઉપાધ્યક્ષ, અને 12 સહમંત્રીની યાદી જાહેર કરાઈ હતી.દેવગઢ બારીયાના ભરતભાઈ કલાલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે,ગાંગડ તલાઇના જયંતીભાઈ કલાલને રાષ્ટ્રીય સહમંત્રી,સુખસરના હિતેશ કલાલને રાષ્ટ્રીય સહમંત્રી અને રાષ્ટ્રીય મીડિયા પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.વરણી બાદ સમાજના આગેવાનોએ સંગઠનના નવ નિયુક્ત સભ્યોને શુભકામના પાઠવી હતી.
સંગઠન દ્વારા સમાજ ઉપયોગી અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ કાર્યો કરવામાં આવશે તેમજ અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.સંગઠનના નવનિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ તેમજ કમિટીના સભ્યો દ્વારા સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં ભારત દેશના દરેક ગામમાંથી સર્વ વર્ગીય જયસ્વાલ કલાલ સમાજના વ્યક્તિને સંગઠન સાથે જોડવાના પ્રયાસ કરવામાં આવશે.