બાબુ સોલંકી :- સુખસર
*કદવાલ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્રારા જવેશી ગામની પ્રસુતાની જોડિયા બાળકોની 108 એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવાઈ*
સુખસર,તા.7
તારીખ 05 જાન્યુઆરી 2025 ના રોજ જવેશી ગામની એક 26 વર્ષીય મહિલાને ડીલેવરીનો દુઃખાવો ઉપડતા 108 કોલ કરી કેશ નોંધાવ્યો હતો.ત્યારે કદવાલ 108 ને આ કેશ મળતાં તરત જ કોલરને કોલ કરીને પ્રિ અરાઈવલ ઇન્સ્ટ્રકશન આપી તાત્કાલિક જવા રવાનાં થયાં હતાં.ત્યારે જવેશી ગામ પહોંચ્યા પછી પેશન્ટની કંડીશન જોઈ,પેશન્ટ દુઃખાવો વધારે હોવાથી તાત્કાલિક એમ્બ્યુલન્સ માં લઇ પછી રસ્તામાં આવતા બાળકનું હેડ દેખાતાં જ EMT દ્વારા એમ્બ્યુલન્સમાં તપાસ કરતા જણાયું કે બાળક બિરીજ છે તેમજ ટ્વિન્સ 2 બાળકો હોવાથી બહુ કાળજી પૂર્વક એમ્બ્યુલન્સ માંજ નોર્મલ ડિલિવરી કરાવાય હતી.અને ડૉ ERCP ડૉ . અતુલ 2 ડો. કેતૂલની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી માતાન અને બેબીનો જીવ જોખમ માંથી બચાવી CHC હોસ્પિટલ સુખસરમાં શિફ્ટ કર્યું હતું. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT રીનાબેન કટારા અને પાઇલોટ રમેશભાઈ કટારાની સૂઝબુઝથી પેશન્ટ ને સલામતી પૂર્વક હોસ્પિટલ પહોંચાડ્યું હતું.તેમજ તેમના રિલેટિવના ઓએ આભાર વ્યક્ત કર્યો હતો.