રાજેશ વસાવે :- દાહોદ
નકલી NA પ્રકરણમા સેટલમેન્ટ કમિશનર દ્વારા અપાયેલા આદેશોમા સ્થળ સ્થિતિનો તાગ મેળવવા
દાહોદના 200 ઉપરાંત શંકાસ્પદ સર્વે નંબરોમાં નિયુક્ત કરાયેલી 10 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રિસર્વેની કામગીરી શરૂ કરાઈ..
દાહોદ તા.06
દાહોદના નકલી NA પ્રકરણ: શંકાસ્પદ 200 ઉપરાંત સર્વે નંબરોમાં સ્થળ સ્થિતિની જાણકારી મેળવવા માટે કલેકટરના આદેશો અનુસાર રેવેલું ડિપાર્ટમેન્ટની 10 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી Dgps મશીન દ્વારા રીસર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા ઉપરોકત ટીમો આગામી દિવસોમાં રીસર્વે કામગીરી દરમિયાન તમામ શંકાસ્પદ સર્વે નંબરમાં કેટલું બાંધકામ છે.જમીન ખુલ્લી છે. અથવા હાલ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનુ અહેવાલ કલેકટર તેમજ ગાંધીનગર ખાતે મોકલાવશે જે બાદ નકલી NA પ્રકરણમાં સામે આવેલા શંકાસ્પદ સર્વે નંબરોમાં હાલની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેટલા સર્વે નંબરોમાં પ્રીમિયમ લાગુ પડે છે.શંકાસ્પદ સર્વે નંબરોમાં કેટલું પ્રીમિયમ અને કોણ ભરશે. તે અંગે નિર્ણય લેવાશે.આ સિવાય બાકી બચેલા સર્વે નંબરોવાળી જમીન પ્રીમિયમ પાત્ર ન હોય તો રૂપાંતર વેરો કેટલો લાગશે. અથવા મહેસૂલી કાયદા પ્રમાણે અન્ય કોઈ વસુલાત બાકી છે કે કેમ તે અંગેનો અવલોકન કરવામાં જે બાદ સરકારનું બાકી લેણું નીકળે છે. એ બાકી લેણું કોની પાસેથી વસૂલ કરવું. તે અંગે ફોર્મુલા નક્કી થશે. પરંતું આજે અને જિલ્લા બહારથી આવેલી સર્વેયરની ટીમો સ્થાનિક ટીમો સાથે મળી દાહોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા 21 ગામડાઓમાં આવેલી શંકાસ્પદ સર્વે નંબરોની તપાસની કામગીરી ચાલુ કરી દીધી છે. જે અગામી દિવસો સુધી ચાલશે. આ સમગ્ર એક્સરસાઇઝ શંકાસ્પદ સર્વે નંબરોમાં એન્ડ યુઝર્સ એટલે કે બોનોફાઈટ પરસેસર માટે સર્વે નંબરો રેગ્યુલાઇઝ કરવા માટે ચોક્કસ નીતિ ઘડી શકાય તે માટે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
*શંકાસ્પદ સર્વે નંબરોમા તપાસની ટીમમાં રેવન્યુ ના કેટલા કર્મચારીઓ સામેલ કરવામાં આવ્યા.*
રીસર્વે માટે નક્કી કરાયેલ ટીમમાં દરેક ટીમમાં બે રેવેન્યુ તલાટી, તલાટી કમ મંત્રી,બહારથી બોલાવેલા સર્વેયર પૈકી 1 સર્વેયર, તથા દરેક ટીમમાં ચાર પોલીસ કર્મીઓ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં દર બે ટીમ ઉપર એક નાયબ મામલતદાર તેમજ દર પાંચ ટીમ ઉપર ડેપ્યુટી કક્ષાના અધિકારી મોનિટરિંગ માટે મૂકવામાં આવ્યા છે.
*સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ RAC-કલેકટરને રિપોર્ટ કરાશે.*
સેટલમેન્ટ કમિશનર દ્વારા શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ સ્થિતિની જાણકારી મેળવવા માટે રિસર્વેના આદેશો આપવામાં આવ્યા છે. જેમાં તપાસ કરનાર ટીમો અહેવાલ તૈયાર કરશે જે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ સમગ્ર અહેવાલ નિવાસી અધિક કલેકટર તેમજ કલેક્ટરને સુપરત કરવામાં આવશે જે બાદ 200 ઉપરાંત સર્વે નંબરોની સ્થળ સ્થિતિનો રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવશે. જે બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.