રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાની બંધન બેન્કના ત્રણ એજન્ટો દ્વારા લોનના ઉઘરાણીના રૂ.૯.૩૬ લાખની ઉચાપત નાં મામલે ગરબાડા પોલીસે એક ઈસમને ઝડપી પાડયો છે
ગરબાડા તા. ૩૧
ગરબાડા તાલુકામાં બંધન બેન્કના ત્રણ એજન્ટો દ્વારા ગ્રાહકોના લોનના ઉઘરાણીના હપ્તા તેમજ લોનના નાણાં મળી કુલ રૂા.૯,૩૬,૯૩૦ ના નાણાંની ત્રણ એજન્ટો દ્વારા
ઉચાપતાં કરી તેમજ પોતાના અંગત કામમાં વાપરી નાંખતાં આ મામલે બંધન બેન્કના ત્રણ એજન્ટો વિરૂધ્ધ બંધન બેન્કના જબાવદાર કર્મચારી દ્વારા પોલીસમા ફરિયાદ નોંધાંવી છે. ગરબાડા તાલુકામાં બંધન બેન્કમાં એજન્ટ તરીકે કામ કરતાં ચિરાગબાઈ રાજુભાઈ સોલંકી (રહે. ગૌશાળા પાસે, કોળીવાડ, દાહોદ, તા.જિ.દાહોદ) નરેન્દ્રભાઈ વિજયભાઈ રાઠોડ (રહે.ભાટવાડા, પ્રાથમિક શાળા, અંજુમન હોસ્પિટલ પાસે, દાહોદ, તા.જિ.દાહદોદ) અને કમલેશભાઈ રાધેશ્યામ મારૂ રહે.(મધ્યપ્રદેશ) આ ત્રણ બંધન બેન્કના એજન્ટો દ્વારા પોતાની ફરજ દરમ્યાન અલગ અલગ ગ્રાહકો પાસેથી લોનના હપ્તાની ઉઘરાણી કરી તેમજ ગ્રાહકોની લોનો પાસે થઈ જેમાં મંજુર થયેલી લોન, કરતાં ગ્રાહકોને નાણાં ઓછા આપતાં હતાં. આ ઉપરાંત હપ્તાની ન તો કોઈ પહોંચ કે ન તો કોઈ રસીદ પણ ગ્રાહકોને આપતાં ન હતાં. ત્રણેય એજન્ટો દ્વારા અલગ અલગ સમય ગાળા દરમ્યાન જેમાં તા.૨૯.૦૧.૨૪ થી તા. ૧૫.૧૦.૨૪ ના સમયગાળા દરમ્યાન કુલ રૂા ૯,૩૬,૯૩૦ની ઉચાપત, છેતરપીંડી કરતાં આ રકમ બેન્કમાં જમા ન કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાખી હતી. આ સંબંધે બંધન બેન્કના જવાબદાર કર્મચારી
જુલીયસ આકાશ મલીક દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્યારે ગરબાડા ના પી.આઈ કે આઈ રાવત તેમજ ગરબાડા પોલીસની ટીમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદ લઈને બંધન બેંકમાં ફિલ્ડ વર્ક કરતા ફરરા આરોપી નરેન્દ્ર વિજય રાઠોડ ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.