
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં દબાણ હટાવવાની કામગીરી પુરજાેશમાં
દેવગઢ બારીઆના ઘણા મોટા વિસ્તારોમાં દબાણો યથાવત્ રહેતાં લોકોમાં નારાજગી
દબાણ હટાવો ઝૂંબેશમાં સ્થાનિક વહીવટી તંત્ર વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાના સ્થાનિકોના આક્ષેપો
દાહોદ તા.૩૧
દેવગઢ બારીઆ નગરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે નગરમાં આવેલ મોટા ભાગના દબાણો તંત્ર દ્વારા હજુ પણ ન હટાવતાં લોકોમાં નારાજગી સહિત અનેક સવાલોએ જન્મ લીધો છે.
દેવગઢબારિયા નગરપાલિકાના ચિફ ઓફિસર સહિત પાલિકા ટીમ દ્વારા દબાણો હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી દેવગઢબારિયા શહેરમાં આવેલ લારી,ગલ્લા, શાકભાજીવાળા તેમજ અન્ય ધંધાવાળાઓએ બજારમાં રોડની સાઇડમાં દબાણો કરી ધંધા કરતાં હોવાથી દેવગઢબારિયા શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જતી હોય છે જેના કારણે અકસ્માતના પણ બનાવો બનતાં હોય છે જેના કારણે દેવગઢબારિયા નગરપાલિકા ચિફ ઓફિસર વિજય ઇટાલીયા તેમજ પાલિકા પુરી ટીમ સહિત દબાણો હટાવવાની કામગીરી પુરજાેસમાં ચલાવવામાં આવી રહી છે ત્યારે અમુક વ્યપારોઓ સાથે બોલાચાલી પણ થતાં જાેવા મળી રહી અને બોલા ચાલીનું કારણ લોકો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, પાલીકાની દબાણ ટીમ સાથે સંકળાયેલા લોકોનાં દબાણો હટાવવામાં નથી આવતાં અને ગરીબોની રોજી રોટી છિનવી રહ્યાં છે. આ કેવો ન્યાય તે લોકો પુછી રહ્યાં છે. ગરીબો સાથે અન્યાય કેમ ? અમુક દુકાનોવાળા પાસે રુપિયા ૫૦૦ની પાવતી આપી દંડ વસુલી માડવાળ પણ કરવામાં આવેલ છે અને અમુક દબાણો કરી દબાણ વાળી જગ્યા પર દુકાનો યથાવત રાખવામાં આવેલ છે જે વિસ્તાર કે, બસ સ્ટેશન રોડ, કન્યા શાળા રોડ, સંચાગલી વિસ્તાર સાત માળની બિલ્ડિંગ સુધીનું, પીપલોદ રોડ, જેવા અનેક વિસ્તારોમાં હજુ પણ મોટા પાયે દબાણો યથાવત છે જેના કારણે અમુક વ્યપારીઓમાં નારાજગી પણ જાેવા મળી જાે ગરીબો સાથે ક્યાર સુધી અન્યાય થશે ? આ બાબતે દેવગઢબારિયા ચિફ ઓફિસર મીડિયા સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી અને તેમની પાસે પુરતો સમય પણ નથી જેના કારણે જનતામાં કહી ખુશી કહી ગમી જેવા દ્રશ્યો જાેવા મળ્યાં હતાં.