રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે ઝેરી સાપ નીકળતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરાયો..
સીંગવડ તા. ૯
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે બપોરના સમયે ઝેરી સાપ પાછળના ભાગ ખુલ્લો હોવાથી ત્યાંથી નીકળીને રણધીપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવી જતા ઝેરી સાપ દેખાતા તાત્કાલિક રણધીપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસ ના અધિકારીઓને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝેરી સાપ નુ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે આ ઝેરી સાપને રેસક્યુ કરીને તેને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.