રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ ખનીજ વિભાગ દ્વારા ગરબાડા ના ભરસડામાંથી સફેદ પથ્થર નું ખોદકામ કરતું જેસીબી ઝડપી પાડ્યું.
ગરબાડા તા. ૭
ગરબાડામાં લાંબા વિરામ બાદ સફેદ પથ્થર ક્વાર્ટસ કાઢીને લઈ જવાની કામગીરી પુનઃ ચાલુ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે તાલુકાના ગાંગરડી તરફ ના કોઈ ગામ માંથી સફેદ પથ્થર ભરીને જતી ટ્રક ગરબાડામાં જોવા મળતી હોય છે જોકે અહીંયા પરમિશન આપવામાં આવેલ છે કે કેમ તે બાબતને લઈને ખનીજ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ માત્ર ગરબાડામાં જ પરમિશન આપી હોવાનું જણાવ્યું હતું જ્યારે ગાંગરડી તરફથી કયા ગામમાંથી સફેદ પથ્થરો ચોરી કરવામાં આવી રહ્યા છે તેની ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી અને તારીખ સાતના ભારસડા ગામેથી સફેદ પથ્થરોનું ખોદકામ કરતું એક જેસીબી તેઓએ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી