રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ગ્રામ પંચાયત ખાતે હડતાલ પર બેઠેલા સફાઈ કામદારો દ્વારા તેમને છૂટા કરાતા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યો..
ગરબાડા તા. ૭
આજે તારીખ સાત ડિસેમ્બરના રોજ મળતી વિગતો અનુસાર ગરબાડા ગ્રામ પંચાયતની આગળ છેલ્લા બે દિવસથી સફાઈ પોતાને પડતર માગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા જેમાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી દ્વારા આ બાબતે તારીખ 6 ડિસેમ્બરના રોજ સામાન્ય સભા યોજીને હડતાલ પર બેઠેલા સફાઈ કામદારો સાથે ચર્ચા કરી હતી જેમાં તેઓના વેતનમાં ₹1,000 નો વધારો પણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ સફાઈ કામદારો દ્વારા લઘુતમ વેતનની માંગને લઈને હડતાલનં સમેટતા ખાસ ગ્રામ સભામાં 16 જેટલા સફાઈ કામદારોને સર્વ અનુમતિએ છુટા કરવામાં આવ્યા હતા જેને લઈને આજે સફાઈ કામદારો ગરબાડા નગરમાં રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો જેમાં તેમને ગ્રામ પંચાયતો દ્વારા લેખિતમાં જાણ કર્યા વગર તેઓને છુટા કરવામાં આવ્યા છે અને નલ સે જલ યોજના અંતર્ગત વાલ્મિકી સમાજને પીવાનો પાણી પણ આપવામાં આવતો નથી અને તેઓની સાથે મતભેદ કરવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત વાલ્મિકી સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ગ્રામ પંચાયતો દ્વારા 16 જેટલા સફાઈ કામદારોને છૂટા કરીને હંગામી ધોરણે સાફ-સફાઈ કરવા માટે સફાઈ કામદારોની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ જ પંચાયતની શરતો પ્રમાણે કામ કરવા માટે નવા સફાઈ કામદારો માટેની પણ જાહેરાત કરવામાં આવી છે.