Thursday, 16/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

December 6, 2024
        1255
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

*વાગ્ધારા સંસ્થા દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લગભગ 1170 ગામોમાં વિશ્વ ભૂમિ દિવસનું આયોજન કરવામાં આવેલ છે*

સુખસર,તા.5

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

     આજરોજ વાગ્ધારા સંસ્થા દ્વારા ફતેપુરા તાલુકાના વિવિધ ગામડાઓમાં વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જે-તે ગામના ખેડૂત અને શ્રમિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

     ફતેપુરા તાલુકામાં આજરોજ યોજવામાં આવેલ વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ ફતેપુરા તાલુકાના મકવાણા માતાજી મંદિર,ઘાણીખુટ,રાવલના વરુણા,હડમત,નાના બોરીદા,મોટા બોરીદા,માનાવાળા બોરીદા,નાની ઢઢેલી,ભિતોડી,માધવા તથા ઝાલોદ તાલુકાના થેરકા,રાયપુરા,ટીમાસી, રામપુરા વિગેરે ગામડાઓમાં પણ વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે,વાગ્ધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,વાગ્ધારા સંસ્થા છેલ્લા 14 વર્ષથી આ કાર્યક્રમની ઉજવણી કરે છે.અને દરેક ગામોની અંદર ઉપસ્થિત ભાઈ- બહેનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અને ભૂમિને બચાવવા માટે કરવામાં આવતા પ્રયાસો વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ ભૂમિ દિવસ કાર્યક્રમ યોજાયો*

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો,જન પ્રતિનિધિઓ,બાળકો અને સરકારી અધિકારીઓનું ગિરીશભાઈ પટેલ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.અને જણાવવામાં આવ્યું હતું કે,ભૂમિને બચાવવા માટે આપણે સૌ બધા ભેગા થઈને સામુહિક રૂપે આવા કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. 

         વાગ્ધારા સભાના નિપુણજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,એક સેન્ટિમીટર ભૂમિ બનવા માટે લગભગ હજારો વર્ષ નીકળી જાય છે.અને આપણે આપણી ભૂમિનું ધોવાણ,દહન થતું અટકાવી શકાય તે માટે ભૂમિ સમતલીકરણ,પાળાબંધી,વૃક્ષારોપણ અને ધરતીને જીવતી રાખવા માટે ગાય,ભેંસના છાણમાંથી બનાવવામાં આવતું જીવામૃત,સૂકા જીવામૃત, કમ્પોસ્ટ વર્મીપોસ્ટ,10 પર્ણી જેવા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને તેના લીધે જમીનને બચાવી શકાય છે,ભૂમિ આપણને પ્રકૃતિ દ્વારા મળેલી અનમોલ ભેટ છે. એને જાળવીએ એ આપણું કર્તવ્ય છે. દિવસે-દિવસે વધતા જતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે આજે આપણે આપણી ભૂમિને મારી રહ્યા છીએ.અને દિન પ્રતિદિન વધતી જતી બીમારીઓનો ભોગ આપણે બની રહ્યા છીએ.તો આવો સૌ મળીને પ્રતિજ્ઞા કરીએ કે હવેથી રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક ખેતીનો આરંભ કરીએ. 

         આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગેશભાઈ પારગી, મનીષભાઈ પારગી,સવાભાઈ ડામોર, રમેશભાઈ મકવાણા,કાનજીભાઈ કટારા,મડ્યાભાઈ મકવાણા, લલીતાબેન મકવાણા,સુર્યાબેન બારીયા,મડિયાભાઈ સંગાડા તેમજ ઉપસ્થિત જન પ્રતિનિધિઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!