Friday, 19/04/2024
Dark Mode

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા દાહોદની મુલાકાતે

December 30, 2021
        837
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડિયા દાહોદની મુલાકાતે

દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે તેમ કહી ચિંતા વ્યક્ત કરી

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદના કાર્યકર્તાઓની મુલાકાતે

કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરીને લોકોને જાગૃત રહેવા અપીલ કરી

દાહોદ તા.૩૦

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદ પધાર્યાં હતાં. કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકત લીધી હતી. પ્રવિણ તોગડીયાના જણાવ્યાં અનુસાર, કોરોનાની ત્રીજી લહેર આવવાની પુરેપુરી સંભાવનાઓ છે જેને પગલે સરકાર આરોગ્યલક્ષી સુવિધાઓ વધારે તે તરફ કાર્ય કરવા રજુઆત કરી હતી સાથે જ દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે તેમ કહી ચિંતા વ્યક્ત કરી હતી અને મુસલમાનોની વધતી જન સંખ્યામાં સરકાર દ્વારા નિયંત્રણ મુકવામાં આવે તેમ જણાવ્યું હતું.
દાહોદ ખાતે આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગળીયા દાહોદની મુલાકાતે પહોંચ્યાં હતાં. દાહોદના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાં દર્શાવી હતી. કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર હોસ્પિટલોમાં પલંગની, દવા, ઓક્સિજન, હોસ્પિટલના સ્ટાફમાં વધારો કરે આવી આશા દર્શાવી હતો અને લોકો પણ કોરોના વધે તે પહેલા કોરોનાથી બચવા સોસીયલ ડિસ્ટ્‌ન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં હતી સાથે સાથે એમ પણ જણાવ્યું છે જ્યારે સાઉદી અરેબિયા પર તબદીલી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે તબદીલી જમાતનો કેન્દ્ર ભારત છે જેમાં તબદીલી જમાતનું ભારતમાં પણ પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી વધુમાં પ્રવિણ તોગડીયા દ્વારા જણાવ્યાં અનુસાર, હિન્દુઓની ઘટતી જન સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ધીમી ગતિએ હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારત દેશમાં મુસલમાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હિન્દુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા જન સંખ્યાનો કાયદો બનાવી મુસલમાનોની વધતી જન સંખ્યામાં નિયંત્રણ મુકવા જણાવ્યું હતું. પ્રવિણ તોગડીયાની દાહોદની મુલાકત દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ દેવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રેલી કાઢી પ્રવિણ તોગડીયાનું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!