સંતરામપુર તાલુકાના મોટાભાગના પિકઅપ બસ સ્ટેશન જર્જરિત હાલતમાં.
સંતરામપુર તા. ૫
સંતરામપુર પંથકમાં પંચાયત અને એસટી વિભાગ દ્વારા ગામડે ગામડે વર્ષો પહેલા પીકઅપ બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવેલા હતા પરંતુ અત્યારે સંતરામપુર તાલુકાના અંદાજિત 150 જેટલા ગામડામાં અલગ અલગ જગ્યાએ પીકપ બસ સ્ટેશન બનાવવામાં આવેલા હતા. અત્યારે દરેક જગ્યાએ આ બસ સ્ટેશનો બિન ઉપયોગી બન્યા અને જરજરી હાલતમાં જોવા મળી આવેલા છે કેટલાક પીકઅપ બસ્ટેસન માં તેનો દૂર ઉપયોગ પણ થઈ રહ્ય કેટલીક જગ્યાએ નાયની દુકાન ખોલવામાં આવેલી છે જ્યારે કેટલીક જગ્યાએ તેની અંદર બળતર લાકડા ભરવામાં આવેલા છે જ્યારે કેટલીક જગ્યાએ ઘાસ ભરવામાં આવેલું છે આવી રીતે સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પીકપ બસ સ્ટેશન જોખમી અને જળહારી હાલતમાં જોવા મળી આવેલા છે જ્યારે કેટલીક જગ્યાએ તૂટીને પડી ગયેલા જોવા મળી આવેલા છે પણ તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ ધ્યાન આપવામાં આવેલું જ નથી સંતરામપુર તાલુકાના મોટીરેલ સુરપુર કણજરા ભુગળ ઝાલા પાદેડી વાંદરીયા વિવિધ ગામોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી આવેલી છે.