સંજેલી તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે.
સંજેલી તા.04
દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક મૂલ્ય વૃધ્ધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરેલ છે. જેમાં સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સંજેલી તાલુકા પંચાયત કચેરી ના કમ્પાઉન્ડ ખાતે તારીખ ૦૬-૧૨-૨૦૨૪ તથા ૦૭-૧૨-૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવશે. જોકે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત દાહોદના પૂર્વ પ્રમુખ શંકરભાઈ અમલીયાર તેમજ તાલુકા પંચાયત સંજેલીના ઉપપ્રમુખ ઉપસ્થિત રહેશે.