પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો, રોડ ઉપર અડચણરૂપ લાલી ગલ્લા પથારાવાળાનો અડિંગો,
લીમડીમાં રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લા તેમજ પથારાવાળાને દૂર કરવાની જગ્યાએ 300 થી વધુ દુકાનદારોને દબાણ દૂર કરવા નોટીસથી આશ્ચર્ય..
લીમડીમાં દબાણ મુદ્દે પંચાયતની વાલા દવલાની નીતિ સામે રોષ
દાહોદ તા.03
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આશરે ૩૦૦ જેટલી દુકાનોને લીમડી ગ્રામ પંચાયત દ્વારા ઓટલા અને પતરા હટાવવા માટેની નોટિસ આપવામાં આવેલી છે પરંતુ શું આ દુકાનો ના પતરા અને ઓટલા ખરેખર ટ્રાફિકને અડચણરૂપ છે?? તે પણ એક ખૂબ મોટો તપાસનો વિષય છે શું અધિકારીઓ સ્થળની તપાસ કરેલ છે શું તે દુકાનોના ઓટલા અને પતરા ટ્રાફિકને નડતરરૂપ છે કે પછી ખાલી ફક્ત અને ફક્ત કોઈના ઈશારે આ કામ કરવામાં આવી રહ્યું છે??
લીમડી શહેરમાં પંચાયત દ્વારા નોટીશો આપવામાં આવેલી છે ત્યાં મેન રસ્તાથી દુકાનો આશરે ૧૦ થી ૧૫ ફૂટ રોડ થી દૂર આવેલી છે રોડને અડીને લાઈટના થાંભલા 100 થી 150 વર્ષ જૂના વૃક્ષો આવેલા છે અને રોડની પાસે લારીઓ,પથારા વાળા ઊભા રહી કાયમી ટ્રાફિકને અડચણરૂપ થતાં હોય છે લીમડી પંચાયત દ્વારા 10 થી 20 રૂપિયા રોજના ઉઘરાવી શાકભાજી હાથલારી,ટોપલાવાળા ને ટ્રાફિકને અડચણરૂપ રોડ પર ઊભા રાખે છે ત્યારે લીમડી પંચાયત દ્વારા 300 દુકાનોને માનસિક રીતે આર્થિક રીતે હેરાન કરી નોટિસ આપવામાં આવી છે.શું દુકાનો ના પતરા અને ઓટલા હટાવવાથી ટ્રાફિકનું નિરાકરણ ખરેખર આવશે? શું ઓટલા અને પતરા હટાવ્યા પછી વેપારીઓની દુકાનો આગળ લારીવાળા ,પથારી વાળા ઉભા નહીં રહે? શું રસ્તો ખુલ્લા થઈ જશે?? શું રસ્તા પર બનેલા પાકા દબાણ કરતા મકાનો,દુકાનો જે પંચાયત દ્વારા ખોટી રીતે બાંધકામની મંજૂરી આપી બનાવેલા દબાણો હટાવવામાં આવશે?કે ખાલી નાના વેપારીઓ નેજ હેરાન કરી મોટા લોકોને આવરી લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.