Wednesday, 22/01/2025
Dark Mode

વ્હોરા સમાજની રેલીનું કોંગ્રેસનું સમર્થન:મામલતદારને આવેદન.. સ્માર્ટ સીટી દાહોદમાં રસ્તા ઉપર રખડતા પશુઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા દાઉદી વ્હોરા સમાજે રેલી યોજીચિફ ઓફિસરને રજૂઆત કરી.. 

December 2, 2024
        519
વ્હોરા સમાજની રેલીનું કોંગ્રેસનું સમર્થન:મામલતદારને આવેદન..  સ્માર્ટ સીટી દાહોદમાં રસ્તા ઉપર રખડતા પશુઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા દાઉદી વ્હોરા સમાજે રેલી યોજીચિફ ઓફિસરને રજૂઆત કરી.. 

રાજેશ વસાવે :- દાહોદ 

વ્હોરા સમાજની રેલીનું કોંગ્રેસનું સમર્થન:મામલતદારને આવેદન..

સ્માર્ટ સીટી દાહોદમાં રસ્તા ઉપર રખડતા પશુઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા દાઉદી વ્હોરા સમાજે રેલી યોજીચિફ ઓફિસરને રજૂઆત કરી.. 

દાહોદ તા. ૨

વ્હોરા સમાજની રેલીનું કોંગ્રેસનું સમર્થન:મામલતદારને આવેદન.. સ્માર્ટ સીટી દાહોદમાં રસ્તા ઉપર રખડતા પશુઓની સમસ્યાનુ નિરાકરણ લાવવા દાઉદી વ્હોરા સમાજે રેલી યોજીચિફ ઓફિસરને રજૂઆત કરી.. 

 

દાહોદ શહેરમાં કેટલાંક થોડા અગાઉ સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોકમાં એક વૃદ્ધને રખડતાં ઢોરે અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. આ ઘટનાને લઇ વ્હોરા સમાજ તેમજ બુદ્ધિજીવીઓમાં ભારે આક્રોશ ફેલાવવા પામ્યો હતો. જોકે ઘટના બાદ મૃતકના પરિવારજનોએ વિવિધ સ્થળોએ આ બાબતે રજુઆત કરી હતી. ત્યારબાદ આજરોજ જાગ્રુત નાગરિક સંગઠન દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે અને સાથે યોગ્ય કામગીરી કરવા માટે એક રેલી કાઢવામાં આવી હતી. જે રેલીને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. રેલી શહેરના સિધ્ધરાજ જયસિહ છાબ તળાવથી કાઢવામાં આવેલી રેલી પાલિકા ચોક પહોચી હતી અને પાલિકાના ચીફ ઓફિસર ત્યારબાદ દાહોદ મામલતદારને આવેદન આપી શહેરની આ સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી.   

દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર કેટલાંક દિવસો અગાઉ અને અંદાજીત ૬૦ વર્ષીય વ્યક્તિ જેનુદ્દીન લીમડીવાલા વિવેકાનંદ સર્કલથી બસ સ્ટેશન તરફ જઇ રહ્યો હતો. ત્યારે અચાનક એક જાનવરે આવી અને એક્ટીવા ઉપર જતા જૈનુદ્દીનભાઇ લીમડીવાલા ને ટક્કર મારતા બાજુમાંથી પસાર થતા એક ટ્રેક્ટરની અડફેટે આવી જતા તેમનું કમકમાટી ભર્યુ મોત નીપજતા શહેર સહિત મ્રુતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ હતી.તેમજ આ ઘટના બનતા શહેરમાં રખડતા ઢોરો બાબતે ભારે આક્રોશ છવાયો હતો. આ સમસ્યાના અંત માટે મ્રુતકના પરિવારજનોએ વિવિધ સ્થળોએ રજુઆત કરી હતી. તો આજે તા.૨ને સોમવારના રોજ સવારના અરશામાં જાગ્રુત નાગરિક સંગઠન દ્વારા એક રેલી શહેરના સિધ્ધરાજ જયસિહ તળાવથી કાઢવામાં આવી હતી. આ રેલી માણેક ચોક અને ત્યાથી દાહોદ નગર પાલિકા પહોચી હતી અને અહીયા ચીફ ઓફિસરને આવેદન આપી આ સમસ્યાના ઉકેલ માટે માંગ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ રેલી દાહોદ મામલતદાર કચેરી પહોચી હતી અને મામલદારને પણ આવેદનપત્ર આપી માંગ બુલંદ કરવામાં આવી હતી.

*રખડતા ઢોરોને પકડવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે: એજન્સી નક્કી થયા બાદ કામગીરી ચાલુ થશે :- ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા.*

પ્રખરતા ઢોરો તેમજ કુતરાઓને પકડવા માટે નગરપાલિકાએ ઓલરેડી ટેન્ડરિંગ કરી દીધું છે આગામી 15 દિવસમાં એજન્સી નક્કી થયા બાદ કામગીરી શરૂ થશે.સાથે સાથે સુરભી ગૌશાળા પાસે ગૌશાળા વધારવા માટે જમીન પણ ફાળવી દીધી ટૂંક સમયમાં કામ પૂર્ણ થતા દાહોદ માંથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર થઈ જશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!