રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ભરસડા ગામના CRPF જવાનન નું કલકત્તા ખાતે ફરજ દરમિયાન મોત
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી.
CRPF જવાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા…
ગરબાડા તા. ૨
ગરબાડા તાલુકાના ભરસડા ગામના બામણીયા રશિકભાઈ કેશવભાઈ ગામના જેઓ કલકત્તા ખાતે CRPFમાં ફરજ બજાવી રહ્યા હતા ચાલુ નોકરી દરમ્યાન તેઓનું મોત થતા તેઓનાં મૃતદેહ ને આજે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો અને આર્મી જવાનના પાર્થિવ શવની શહિદ યાત્રા ગરબાડા નગરમાં નીકાળવા માં આવી હતી જે અંતિમયાત્રામાં તાલુકાના તમામ નાના-મોટા નામી નામી સૌ કોઈ જોડાયા હતા અને જવાન ને પુષ્પ અર્પણ કર્યા હતા આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસના ચુસ્ત બંદોવચ વચ્ચે આર્મી જવાનના વતન ભરસડા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી..