સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓ હજુ એસ.ટી બસોની સુવિધાથી વંચિત: ગ્રામજનોને હાલાકી..
સીંગવડ તા. ૨૬
સિંગવડ તાલુકો બન્યોને 7 થી 8 વર્ષ જેવા થવા આવ્યા છતાં હજુ પણ ઘણા ગામડાઓમાં એસટી બસોની સુવિધા પહોંચી જ નથી જ્યારે સિંગવડ તાલુકો બન્યા પછી એસટી સુવિધા થી વંચિત રહી ગયો હોય તેમ છે જ્યારે સિંગવડ તાલુકાના કાળીયારાય મુનાવાણી સિંગાપુર તારમી અનુપપુરા વડાપીપળા મંડર હાંડી નાની સંજેલી પરમારના ડુંગરપુર સુરપુર મેથાણ વગેરે ગામોમાં બસોની સુવિધા પહોંચી જ નથી જેના લીધે તાલુકા તથા પોલીસ સ્ટેશનના કામ અર્થે આવતા અરજદારોને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવાનો વારો આવે છે જ્યારે આ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને પણ પ્રાઇવેટ વાહનોમાં બેસીને આવા મજબૂર થવું પડે છે જ્યારે તાલુકા બન્યા પહેલા અમુક ગામડાઓમાં બસોની સુવિધા મળી રહી હતી પરંતુ તાલુકો બનતાની સાથે જે બસો ચાલતી હતી તે પણ બંધ થઈ જવા પામી છે જ્યારે સરકાર દ્વારા ગામડાના છેવાડા સુધી લોકોને સુવિધા મળી રહે તેના માટે કટિબંધ હોવા છતાં સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓ હજુ બસોની સુવિધાથી વંચિત રહી ગયા છે જ્યારે જે ગામો બસો ની સુવિધાથી વંચિત છે ત્યાં ચાલુ કરવામાં માટે વારંવાર રજૂઆત કરવા છતાં બસોની સુવિધા ચાલુ કરવામાં આવી નથી શું એસટી ખાતા ના અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ આ નવી બસો ચાલુ કરાવવા માટે રસ લેશે ખરા તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શું આ ગામડાઓને બસોની સુવિધા મળી જશે ખરી.? તે જોવું રહ્યું..