ઝાલોદના બાજરવાડામાં જમીન સંબંધી બાબતે ધીંગાણું: છ ઇસમો સામે ગુનો નોંધાયો..
મારા હથિયારો સાથે આવેલા છે ઈસમોએ ત્રણ વ્યક્તિઓને ઢીબી નાખ્યા.
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે જમીન સંબંધી મામલે ૬ ઈસમોએ ભેગા મળી મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને કુહાડીની મુદર વડે તેમજ લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવાતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૨૩મી નવેમ્બરના રોજ ઝાલોદના બાજરવાડા ગામે વણઝારીયા ફળિયામાં રહેતાં ઈલેશભાઈ કનુભાઈ નિનામા, સુક્રમભાઈ રમણભાઈ નિનામા, અર્પણભાઈ સમુડાભાઈ નિનામા, મહેશભાઈ રમણભાઈ નિનામા, બહાદુરભાઈ રમણભાઈ નિનામા અને નરેશભાઈ નાનુભાઈ નિનામાઓએ એકપંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે કુહાડી, લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતાં પારસીંભાઈ બદીયાભાઈ નિનામાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તમોએ જમીન બાબતે અમારા વિરૂદધમાં કેમ કેસ મુક્યો છે, આ જમીન અમારી છે, અમોને આપી દો, તેમ કહેતાં પારસીંગભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ઉપરોક્ત ૬ ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને કુહાડી મુદર વડે તેમજ લાકડી વડે પારસીંગભાઈને, રાહુલભાઈને તથા લલીતાબેનને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત પારસીંગભાઈ બદીયાભાઈ નિનામાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.