રાજેશ વસાવે :- દાહોદ
માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતીનો કાર્યક્રમ યોજાયો..
દાહોદ તા. ૨૪
આજ રોજ સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ ધામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (વિધાલય શિક્ષા “ ધરતી આબા” ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મ જયંતિના અવસર પર આ વર્ષ ભગવાન બિરસા મૂંડાનો જીવન, ઉપદેશ પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાના ઘ્યેયને લઇને સમગ્ર રાજયમાં ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત જન જાતિ ગૌરવ દિવસ ની ઉજવણીના કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબે હાજરી આપી.
આ તકે રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી ( વિદ્યાલય શિક્ષા ) ગુજરાત પ્રાંત પ્રભારી શ્રી મોહનજી પુરોહીત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ( પ્રાથમિક સંવર્ગ ) શ્રી ભીખાભાઈ પટેલ, પ્રાંત અધ્યક્ષ શ્રી મિતેષભાઈ ભટ્ટ, પ્રાંત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ, પ્રાંત સંગઠન મંત્રી શ્રી સરદારસિંહ મછાર, રાષ્ટ્રીય સહ સચિવ ( પ્રાથમિક સંવર્ગ ) શ્રી પલ્લવીબેન પટેલ, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકી
તેમજ પ્રાંત અને જિલ્લાના સંગઠનના હોદેદારો સહિત સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વળવાઈ , કુંડા ગામના સરપંચશ્રી ભેમભાઈ, ઉખરેલી ગામના સરપંચશ્રી દિનેશભાઈ,નાની ક્યાર સરપંચશ્રી સુરમાભાઈ ,ભંડારા સરપંચશ્રી ભલાભાઈ, સચિનભાઈ શાહ અને સારસ્વત ભગિની ભાઈઓ બહેનો હાજર રહ્યા.