પિપલોદ થી ગોધરા તરફ ના ટોલ રોડ ને જોડતા સ્ટેટ હાઇવે ના રસ્તા પર મસમોટા ગાબડાં પડતાં અકસ્માતનો ભય..
પીલોદ તા. ૨૪
પિપલોદ થી ગોધરા તરફ ટોલ રોલ રોડ પર જવા માટે સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપર ઘણા વખતથી ખૂબ મોટા મોટા ખાડા પડી ગયા હોય અને આ સ્ટેટ હાઇવેના રસ્તા ઉપર વાહન વ્યવહાર વધારે પડતો જતો હોય પરંતુ સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે તેને સ્ટેટ હાઈવે નો રસ્તો બનાવવામાં નહીં આવતા હોવાના લીધે ત્યાંથી નીકળતા વાહન ચાલકો તથા મોટરસાયકલ ચાલકોને ખાડામાં થઈને જવા મજબૂર થવું પડે છે જેના લીધે તે ખાડામાં વાહનો પડતા વાહન ચાલકો ના વાહનોમાં ખૂબ નુકસાન થતું હોય છે જ્યારે દરેક રસ્તાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા બે કરોડની માતબલ રકમ દરેક વિધાનસભા દીઠ આપવામાં આવી છતાં આજદિન સુધી જાહેરાત કર્યા પછી પણ આ સ્ટેટ હાઇવે ના રસ્તાઓને બનાવવા નથી આવ્યા જ્યારે ખરેખર જે સ્ટેટ હાઇવે ના ડામર રસ્તાઓ તૂટીને ખાડા પડી ગયા હોય તેને પણ બનાવમાં સ્ટેટ હાઇવે ના અધિકારીઓને રસ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે સ્ટેટ હાઇવે પર ખાડા પડી ગયેલા હોય તેને નવો બનાવવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટના પાણી નહિ હાલતા હોવાના લીધે તેનો ભોગ વાહન ચાલકોને બનવું પડતું હોય છે જ્યારે ઘણી વખત તો આ સ્ટેટ હાઇવે પરના ખાડામાં નહીં જવા માટે વાહનચાલકો રોડ ની રોંગ સાઈડ જતાં હોય છે અને તેના લીધે એકસીડનો પણ થતા હોય છે પરંતુ આ સ્ટેટ હાઇવે ના ડામર રસ્તાઓ બનાવવામાં નથી આવતો માટે રસ્તા ના લાગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ પણ આ સ્ટેટ હાઇવે ના રસ્તાને બનાવવા માટે રસ લે તેવી વાહન ચાલકોની માંગ છે.