રાજેશ વસાવે :- દાહોદ
દેવધા ગામે બેકાબૂ ફોરવીલર ઝાડ સાથે અથડાતા ઍક વ્યક્તિનુ મોત:ચાર ઇજાગ્રસ્ત.
ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
દાહોદ તા. ૧૬
મળતી વિગતો અનુસાર ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર વાહનચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અવારનવાર અકસ્માતો સર્જવાની ઘટનાઓ બનતી હોય છેત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પુરઝડપે આવતી ફોરવીલર બલેનો ગાડી દેવધામાં વડલાના ઝાડ સાથે અથડાઈ હતી જેમાં ગાડીમાં સવાર પાંચ પૈકી 1 વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનું સૂત્રોને આધારે જાણવા મળ્યું હતું. મળેલી વિગતો અનુસાર ડ્રાઇવરનું ઘટના સ્થળે ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.નવાનગર ગામના એક ફળીયા ના લોકો એક બલેનો કાર માં સવાર થઇ દાહોદ તરફ કામ અર્થે નીકળ્યા હતા જેઓને દેવધા ગામે અકસ્માત નડ્યો હતો.જેમા એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું અને અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ થતા 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.