Friday, 06/12/2024
Dark Mode

દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન સ્નેહમિલન સમારોહ અને ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઇ* *આદિવાસી સમાજના સ્નેહ મિલન સમારોહમાં દહેજ,ડી.જે, દારૂનુ દુષણ દૂર કરી સમૂહ લગ્નનોને ઉત્તેજન આપવા આહવાન કરાયું*

November 12, 2024
        3456
દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન સ્નેહમિલન સમારોહ અને ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઇ*  *આદિવાસી સમાજના સ્નેહ મિલન સમારોહમાં દહેજ,ડી.જે, દારૂનુ દુષણ દૂર કરી સમૂહ લગ્નનોને ઉત્તેજન આપવા આહવાન કરાયું*

બાબુ સોલંકી :- સુખસર 

*દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન સ્નેહમિલન સમારોહ અને ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઇ*

*આદિવાસી સમાજના સ્નેહ મિલન સમારોહમાં દહેજ,ડી.જે, દારૂનુ દુષણ દૂર કરી સમૂહ લગ્નનોને ઉત્તેજન આપવા આહવાન કરાયું*

સુખસર,તા.10

દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન સ્નેહમિલન સમારોહ અને ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઇ* *આદિવાસી સમાજના સ્નેહ મિલન સમારોહમાં દહેજ,ડી.જે, દારૂનુ દુષણ દૂર કરી સમૂહ લગ્નનોને ઉત્તેજન આપવા આહવાન કરાયું*

 આજરોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે બિરસા મેનેજમેન્ટ ટીમના સૌ સભ્યો તથા પરિવારજનોનું સ્નેહમિલન યોજાઇ ગયુ.જેમા સૌ પ્રથમ ભગવાન બિરસામુંડાને ફુલહાર,દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ભવનના મંત્રી સી.આર. સંગાડાએ સૌનુંશાબ્દિક સ્વાગત કર્યું હતું.સ્નેહમિલન સમારોહમાં માનનીય મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, માન.માજી સાંસદ ડૉ.પ્રભાબેન તાવિયાડ,નિવૃત્ત આઈ.એ.એસ.અધિકારી બી.બી. વહોનિયા,નિવૃત્ત મામલતદાર આર. આર.ગરોડ,ઉપ પ્રમુખ નયનભાઈ ખપેડ,શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા,રાવજી ભાઈ માવી,શૈલેષ ભાઈ મખોડિયા, સરદાર સિંહ મછાર,દિનેશભાઈ ભાભોર, વિક્રમ ભાઈ ડીંડોર,અમરસિંહ ભાઈ રાઠોડ,માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, સુ.શ્રી કુંજલતાબેન પરમાર, વિનોદભાઈ ડામોર,જી.પ્રા.શિ.મુનિયા તથા અન્ય આગેવાનો નું પુષ્પગુચ્છ તથા નોટબુકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન સ્નેહમિલન સમારોહ અને ભીલ સમાજ પંચની મિટિંગ યોજાઇ* *આદિવાસી સમાજના સ્નેહ મિલન સમારોહમાં દહેજ,ડી.જે, દારૂનુ દુષણ દૂર કરી સમૂહ લગ્નનોને ઉત્તેજન આપવા આહવાન કરાયું*

        કન્વિનર એફ.બી.વહોનિયા દ્વારા વર્ષ દરમિયાન થયેલી ભવનની વિવિધ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

દિનેશભાઈ બારિયા ગુરુજીએ સમાજમાંથી વ્યસનો,લગ્નોમાં થતા ખોટા મોટા ખર્ચાઓ,દહેજ,દારુ,ડી.જે, ને દૂર કરવા તથા સમૂહલગ્નોને ઉત્તેજન આપવા ભારતના બંધારણ ને વધુને વધુ સમજવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી,બી.કે.પરમાર,આર.આર.ગરોડ દ્વારા પ્રેરક વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.સુરેશભાઈ મેડા દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.

        ત્યાર બાદ ડૉ.કુબેર ભાઈ ડીંડોર ની અધ્યક્ષતામાં ભીલ સમાજ પંચની મિટિંગ શરૂ કરવામાં આવી હતી.આ મિટિંગમાં ભીલ સમાજના લગ્ન બંધારણનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.જેના પર સમાજ તરફથી મળેલ સૂચનો પર પરામર્શ થયો હતો. અને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.આ લગ્ન બંધારણને અમલમાં લાવવા માટે નક્કી થયેલ માળખા મુજબ દરેક તાલુકાઓમાં તાલુકા ભીલ પંચો અને દરેક ગામોમાં ગામ ભીલ પંચોની રચના કરી ઝડપથી કામગીરી હાથ ધરવા માટે ઠરાવવામાં આવ્યું હતું.ભીલ સમાજ પંચના અધ્યક્ષ ડૉ.કુબેર ભાઈ ડીંડોર દ્વારા આગામી પંદર દિવસમાં ત્રણેય જીલ્લા ના ભીલ સમાજના આગેવાનોનું એક મોટું સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.છેલ્લે ભીલ સમાજ પંચ દ્વારા મંજૂર કરવામાં આવેલ લગ્ન બંધારણનો પ્રચાર પ્રસાર તથા અમલ કરવા,કરાવવા માટે પ્રવિણ ભાઈ પારગીની આગેવાનીમાં ભીલ સમાજ લગ્ન બંધારણ પ્રચાર રથ નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!