રાહુલ ગારી :- ગરબાડા
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે લાભ પાંચમ નિમિત્તે ગરબાડા સ્મશાન ગૃહમાં TSP તથા 15 માં નાણાપંચના કામાનું ખાતમુરત કરવામાં આવ્યું
ધારાસભ્ય ની ગ્રાન્ટ તેમજ TSP તથા 15 માં નાણાપંચ ના કામોનું ધારાસભ્યના હસ્તે ખાદ મુરત કરાયું.
દાહોદ તા. ૬
આજે તારીખ 6 નવેમ્બરના રોજ ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની અધ્યક્ષતામાં ગરબાડા મકાનમાં ટી.એસ.પી તથા પંદરમાં નાણાપંચના કામોનું લાભ પાંચમ નિમિત્તે ખાદ મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી તાલુકા સભ્ય ગ્રામ પંચાયતના વહીવટદાર કર્મચારી તેમજ ગરબાડા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સ્મશાન ગૃહ ખાતે કોટા સ્ટોન ફ્લોરિંગ તેમજ ગરબાડા ગાંગરડી રોડની સાઈડમાં આવેલ ગટરોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં વિધિવત રીતે પૂજા અર્ચના તેમજ નારિયેળ ફોડી આ શુભ કામનો આરંભ કરવામાં આવ્યો હતો.