Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

November 5, 2024
        3175
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

*સુખસર આસપાસના 23 ગામોમાં 73 પરિવારનાં 223 અનાથ બાળકોને રાશન કીટનું વિતરણ કરાયું*

સુખસર,તા.5

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

ફતેપુરા તાલુકાના મોટા નટવા જાંબુડી ગામના વતની અને ભીતોડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શંકરભાઈ કોયાભાઈ કટારા તથા તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

           તહેવારોની ઉજવણી દરેક માણસ ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે.લોકો બહારગામ મજૂરી કરવા ગયેલા હોય તેઓ પણ દિવાળીનો તહેવાર આવતા તહેવાર મનાવવા માટે માદરે વતન આવતા હોય છે.બહેનો પણ પોતાના પિયરમાં તહેવાર મનાવવા માટે જતી હોય છે.પરંતુ આવા તહેવારોના સમયમાં અનાથ બાળકો કે જેમના મા-બાપ નથી નોંધારા છે જેઓ પોતાના દાદા દાદી કે કાકા પાસે રહેતા હોય છે.જેમનો કોઈ આધાર હોતો નથી.ઉપર આકાશ અને નીચે ધરતી છે.તેઓ આવા સમયે ખૂબ જ દુઃખની લાગણી અનુભવતા હોય છે.લોકો તહેવારના સમયે ખરીદી કરતા હોય છે.ત્યારે અનાથ બાળકો ખૂબ જ ચિંતિત બનતા હોય છે.આવા બાળકો ના દુઃખમાં સહભાગી બનવા માટે સુખસર આસપાસના 23 ગામોમાં 73 પરિવારોમાં 223 બાળકો કે જેવો એક યા બીજી રીતે અનાથ ગરીબ છે આ તમામ બાળકોની ત્રણ દિવસ દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ તેમને ખબર અંતર પૂછવામાં આવ્યા હતા.સાથે શિક્ષણમાં તેઓની સ્થિતિ શું છે?તેની માહિતી પણ મેળવવામાં આવી હતી.કેટલાક બાળકોએ પરિસ્થિતિને આધીન અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધેલ છે

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અને અનિકેત લોકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી*

તેઓને ફરીથી ભણવા બેસવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે આવા બાળકોને સરકારની યોજનાનો લાભ મળે છે કે નહીં?તેની પણ માહિતી મેળવવામા હતી.અને જે બાળકોને લાભ મળતા નથી તેઓને તાત્કાલિક લાભ મળે તેવી વ્યવસ્થા કરવા માટે ખાતરી આપી આપવામાં આવી હતી.સાથે તમામ બાળકોને ભણવા માટે સમજાવ્યા હતા.અને કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક સંપર્ક કરવા માટે જણાવવામા આવ્યું હતું.તથા આવા તમામ બાળકોને દિવાળીનું ગૃહકાર્ય આપવામાં આવ્યું હતું.દરરોજ એક કલાક લેસન કરવા માટે જણાવ્યું હતું.અને આ ગૃહ કાર્ય કરવા માટે નોટ અને પેન પણ આપવામાં આવી રહી હતી.સાથે તહેવારને અનુરૂપ કીટ બનાવવામાં આવેલી હતી.જેમાં તેલ,ગોળ,વેસણ, સોજી,ફટાકડા,ડાયરી વિગેરે એક કીટની અંદાજિત 330 રૂપિયાની બનાવીને 73 પરિવારોમાં અંદાજિત 25000 રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સુરેશભાઈ ડામોર 1001,સાગર પ્રજાપતિ 501, ધ્રુવ લખજીભાઈ ચરપોટ 660, દીક્ષિત પંચાલ 660,કુલદીપ પંચાલ 330, લલિત ભાભોર 330,રમણ બારીયા 990,સુરેશ પંચાલ 501,સંજય સંગાડા 300,વીરસિંગભાઈ 300, લાલાભાઇ 300,મુકેશભાઈ 300, કોકીલાબેન 300,રોહિતભાઈ 100, જગદીશ ડામોર 300,સુનિલભાઈ સિંધી 1350,ટીનાબેન પટેલ 500, મળી કુલ રૂપિયા 8721 નો સહયોગ પ્રાપ્ત થયો હતો.તથા લાલસિંહભાઈ મહિડા,વીરસીંગભાઇ,લલીતભાઈ પારગી,ક્રિયેશ કટારા એ ત્રણ દિવસનો સમય દાન આપવામાં આવ્યું હતું.આ રીતે અનાથ બાળકોને પોતાનું પરિવાર બનાવીને છેલ્લા ત્રણ વર્ષથી વર્ષમાં ત્રણવાર દિવાળી,ઉત્તરાયણ અને હોળીના દિવસે આવા બાળકોને મળીને અનોખી રીતે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!