રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડામાં બુકાનીધારી તસ્કરોનો તરખાટ:ઝાલોદ રોડ પર આવેલા મકાનના કમ્પાઉન્ડની દિવાલને બાકોરુ પાડી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો, અન્ય એક મકાનનું નકોચુ તોડ્યું..
લીમખેડા નગરના ઝાલોદ રોડ પર આવેલા મકાનના કમ્પાઉન્ડની દિવાલને બાકોરુ પાડી અજાણ્યા તસ્કરો ઘરમા ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ નહીં થતા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
દાહોદ તા. 05
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમા છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો રાત્રી દરમિયાન ચોરી કરવાના ઈરાદે ફરતા હોવાનો મુદ્દો હાલ ટોક ઓફ ટાઉન બન્યો છે, તસ્કરો ઝાલોદ રોડ વિસ્તારમા અલગ અલગ જગ્યાએ ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોવાની ઘટનાઓ બની રહી છે, બે ત્રણ દિવસ અગાઉ હરિહર સ્કૂલ વિસ્તારમા તસ્કરો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ લોકો જાગી જતા તસ્કરો ભાગી ગયા હતા. ત્યારે ફરી એકવાર ઝાલોદ રોડ વિસ્તારમા નાકોડા જ્વેલર્સની બાજુમા રહેલ ભગવાનભાઈ કડવાભાઈ પ્રજાપતિના મકાનના કમ્પાઉન્ડની દિવાલને બ્રેકરથી તોડીને મકાનમા પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિવાલ તોડતી વખતે ફ્લોરીગ આવી જતા બાકોરુ પડી શક્યુ ન હતુ જેને કારણે તસ્કરોને ચોરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. દિવાલનું બાકોરુ પાડી મકાનમા પ્રવેશવાનો પ્રયાસ નિષફળ જતા તસ્કરોએ નજીક મા આવેલ પ્રકાશભાઈ રણછોડભાઈ પ્રજાપતિના મકાનના કમ્પાઉન્ડના દરવાજાનું પાછળથી હથિયારથી નકોચુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ ચોરી કરવામા સફળ થયા ન હતા. અને ચોરી કર્યા વિનાજ ફરાર થઈ ગયા હતા.ઝાલોદ રોડ પર છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ ભયનો માહોલ ફેલાવ્યો છે, ત્યારે ગત મોડી રાતે દિવાલ તોડી ચોરી કરનાર તસ્કરો મકાનની પાછળ લાગેલા સીસીટીવી કેમેરામા કેદ થયો હતો. સ્થાનીકોએ ચોરીના પ્રયાસની ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી, સીસીટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
તસ્કરો આધુનિક ઓજારોથી લેશ હોવાનુ સામે આવ્યું ઝાલોદ રોડ પર ચોરી કરવા આવેલા તસ્કરો આધુનિક ઓજારો સાથે આવ્યાં હોવાનું સામે આવ્યું છે, તસ્કરોએ તારની વાડને કટર મશીનથી કાપી હતી, જ્યારે દિવાલ તોડવા માટે બ્રેકર મશીનનો ઉપયોગ કર્યો હતો, જે પરથી આ તસ્કર ટોળકી ચોરી કરવા માટે તમામ પ્રકારના આધુનિક ઓજારોથી સજ્જ હોવાનું સામે આવ્યું છે.
*પોલીસનું સતત પેટ્રોલિંગ છતા તસ્કરોએ મકાનોને બનાવી રહ્યા છે નિશાન.*
*લીમખેડાના પાલ્લીમાં ઘરફોડ ચોરીની ઘટના બાદ લીમખેડા પોલીસે લીમખેડા નગરમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે, રાત્રી દરમિયાન હોમગાર્ડ તેમજ જી.આર.ડી. તેમજ પોલીસના જવાનોને અલગ અલગ વિસ્તારમા પોઈન્ટ નક્કી કરી મુકવામા આવ્યાં છે. પરંતુ તસ્કરો મકાનના પાછળના ભાગેથી ઘુસીને ચોરી કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે, ત્યારે પોલીસ પણ ડ્રોનની મદદથી આવા તસ્કરોને ઝડપી પાડવા નજર રાખી રહી છે, પરંતુ તસ્કરો પોલીસને પણ ચકમો આપીને ફરાર થઈ જતા હોય છે, ત્યારે હવે પોલીસ જલ્દીથી જલ્દી આ ચોર ટોળકીને ઝડપી પાડી જેલ હવાલે કરે તેવી સ્થાનીકો માંગ કરી રહ્યા છે.