રાજેશ વસાવે :- દાહોદ
સીટી સર્વેના શીરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરને જ્યુડીશલ કસ્ટડીમાં ધકેલાયા.
દાહોદ તા. 05
દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આખરે સરકારી કર્મચારીઓ ફરતે કાયદાનો ગાળિયો કસાવવાનો સિલસિલો શરૂ થયો પામ્યો છે.દાહોદ પોલીસે નકલી NA પ્રકરણમાં સરકારી જમીનને બોગસ દસ્તાવેજોના આધારે પ્રાઇવેટ વ્યક્તિના નામે કરવાના કૌભાંડમાં સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શીરસ્તેદાર દિનેશકુમાર.કે.પરમાર તેમજ મેન્ટેન્સ સર્વેયર રાહુલ ચાવડાને સરકારી પ્રોસિજર ફોલો કર્યા વગર સરકારી જમીનનો નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી એન્ટ્રી પાડી હોવાના દોષમાં પોલીસે બંને સરકારી સરકારી કર્મચારીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે ઘનિસ્ટ પૂછપરછ હાથ ધર્યા બાદ આજ રોજ બંને સરકારી કર્મચારીઓના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.