રાજેશ વસાવે :- દાહોદ
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર કાળીતળાઇ નજીક પ્લાસ્ટિકના દાણા ભરેલ થેલીઓની આડમાં લઇ જવાતો 10.80 લાખનો દારૂ ઝડપાયો..
આઇસરમાં દારૂ ભરેલી 240 પેટીઓ હાલોલ લઇ જવાતી હતીજથ્થો, એક મોબાઇલ, પ્લાટીકના દાણા ભેરલ 35 થેલા અને ટેમ્પો મળી 20,91,200 રૂ.નો મુદ્દામાલ જપ્ત
ઝડપાયેલા ચાલક સહિત ચાર સામે દાહોદ તાલુકા પોલીસમાં ગુનો દાખલ
દાહોદ તા. 28
દાહોદ નજીક ઈન્દોર અમદાવાદ હાઇવે પર કાળીતળાઇ પાસેથી ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા ભેરલ થેલીઓની આડમાં ઇંગ્લિશ દારૂ ભરી હાલોલ લઇ જવાતો 10,84,800 રૂ.નો દારૂનો જથ્થો એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. જથ્થો, એક મોબાઇલ, પ્લાસ્ટીકના દાણા ભરેલ 35 થેલા અને ટેમ્પો મળી 20,91,200 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી હેરાફેરીમાં સંડોવાયેલ ચાર સામે દાહોદ તાલુકા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
દાહોદ એસ.સી.બી. સ્ટાફની ટીમ ગતરોજ દાહોદ ડિવીઝન વિસ્તરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એમપી-13-જીબી-5759 નંબરનો આઇસર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા ભરેલ થેલીઓની આડમાં ઇંગ્લિશ દારૂ ભરેલ છે અને ટેમ્પો મધ્યપ્રદેશ પીટોલ બાજુથી ગુજરાતમાં આવી ગયો છે અને હાલોલ તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે હાઇવે ઉપર કાળીતળાઇ ગામે ટેમ્પોની વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવ્યા મુજબનો ટેમ્પો આવતાં તેને સાઇડમાં ઉભો રખાવ્યો હતો. ટેમ્પો ચાલકે તેનું નામ પુછતાં મકના અનસીંગ હુરતાન માવી રહે. છોટા ખુટાજા તાલુકા ભાભરાના હોવાનું જણાવ્યું હતું. ટેમ્પો શુ ભરેલુ છે પુછતાં સંતોષકારક જવાબ નહી આપતાં પાછળના ભાગે બાંધેલી તાડપત્રી ખોલીને જોતાં પ્લાસ્ટિકના દાણા ભરેલ થેલાઓની નીચે સંતાડી લઇ જવાથી ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. જે 10,84,800 રૂપિયાની 240 પેટીઓમાં કુલ 8160 બોટલો, પાંચ હજાર રૂપિયાનો એક મોબાઇલ, 1400 રૂપિયાની પ્લાસ્ટીકના દાણા ભરેલી 35 થેલા અને 10 લાખ રૂપિયાનો ટેમ્પો મળી 20,91,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલક મકન અનસીંગ માવીની ધરપકડ કરી હેરાફેરીમાં સંતોડાયેલ રાણાપુરના જગદીશ પરસોત્તમ પંચાલ, બાગ ટાંડાના સીલ ડામોર સહિત ચાર સામે એલ.સી.બી.એ દાહોદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.