રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ના પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાને ધમકી.
બલેન્ડીયા ગામ ના પુર્વ સરપંચ ના પિતા સુરેશ કિશોરી દ્વારા જાન થી મારી નાખવાની ગર્ભિત ધમકી.
ધારાસભ્ય દ્વારા ફાળવાયેલ ટેન્કર ગ્રામજનો માટે કેમ નથી આપતા તેવી પૂછપરછ કરી હતી.
વર્ષ ૨૦૧૯/૨૦ માં ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી બલેન્ડીયા ગ્રામ પંચાયત માં ટેન્કર ફાળવાયું હતું.
દાહોદ. તા. ૨૮
દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય શીતલકુમારી વાઘેલા ને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બલેન્ડીયા ગામના ગ્રામજનોએ પીવાના પાણીનું ટેન્કર મળે તે માટે ગ્રાન્ટની માંગણી કરી હતી જેમાં તેઓ જણાવ્યું હતું કે વર્ષ 2019/20 માં ઝાલોદના ધારાસભ્યશ્રી એ ટેન્કરની ફાળવણી કરી હતી અને બલેન્ડીયા ગ્રામ પંચાયતમાં પણ ફાળવેલ છે અને જે બાબતની તલાટીને પૂછપરછ કરતા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પિતા સુરેશ કિશોરીએ શીતલ કુમારી વાઘેલાને ફોન કરી તું કેમ ટેન્કરને પૂછપરછ કરે છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ ચાકલીયા પોલીસમાં લેખિત ફરિયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના વગેલા જિલ્લા પંચાયત સભ્ય અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલકુમારી વાઘેલા ને તેમના વિસ્તારના બલેન્ડીયા ગામના ગ્રામજનોએ છેવાડાના વિસ્તારમાં ટેન્કરથી પાણીની સુવિધા મળે તે માટે રજૂઆત કરી હતી. જેમાં જિલ્લા સભ્ય શીતલકુમારી વાઘેલા જણાવ્યું હતું કે વર્ષ 2019-20 માં ધારાસભ્યશ્રી એ ટેન્કરની ફાળવણી કરેલ છે પરંતુ ગ્રામજનો એ જણાવેલ કે ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતનું ટેન્કર નથી અને લોકોને સુવિધા નો લાભ મળતો નથી જેથી શીતલ કુમારી વાઘેલાએ ગ્રામ પંચાયતના તલાટીને ટેન્કર બાબતની પૂછપરછ કરી હતી. જેમાં તલાટીએ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હોવાનું જણાવ્યું હતું. જેના બે દિવસ બાદ બલેન્ડીયા ગામના પૂર્વ સરપંચ ના પિતા સુરેશ રેમન કિશોરીએ શીતલકુમારી વાઘેલા ને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તું ટેન્કરની પૂછપરછ કેમ કરે છે તું માહિતી માંગનાર કોણ છે તેમ કહી ફોન ઉપર જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. જેથી પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા એ ચાકલિયા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
શીતલકુમારી વાઘેલા (પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ)
બલેન્ડીયા ના ગ્રામજનોએ પીવાના ટેન્કરની જરૂરિયાત માટે વાત કરતા મેં તલાટી કમ મંત્રીને પૂછપરછ કરેલ કે ધારાસભ્યશ્રી દ્વારા વર્ષ 2019-20 માં ટેન્કરની ફાળવણી કરેલ હતી તે ટેન્કર ક્યાં છે તો તલાટીએ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા ત્યારબાદ બે દિવસ બાદ પૂર્વ સરપંચના પિતા સુરેશ કિશોરીએ મને ફોન કરીને તું ટેન્કરની કેમ માહિતી માંગે છે તેમ કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મેં ચાકલિયા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે તેમજ સરકારી ટેન્કર પૂર્વ સરપંચ ના પિતા પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે.