Tuesday, 18/03/2025
Dark Mode

દાહોદમાં બોગસ બીનખેતી પ્રકરણમાં ત્રણ ફરિયાદોમાં 33 લોકો સામે થયેલ ફરિયાદમાં…

October 27, 2024
        2110
દાહોદમાં બોગસ બીનખેતી પ્રકરણમાં ત્રણ ફરિયાદોમાં 33 લોકો સામે થયેલ ફરિયાદમાં…

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બોગસ બીનખેતી પ્રકરણમાં ત્રણ ફરિયાદોમાં 33 લોકો સામે થયેલ ફરિયાદમાં…

નકલી NA પ્રકરણમાં પકડાયેલા ઈસમો પૈકી 2 ઈસમો રિમાન્ડ પર, 4 ઈસમોના જામીન નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા..

દાહોદ તા. 26

 દાહોદમાં બહુચર્ચિત નકલી એને પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસે સાત મહિલાઓ સહિત 33 ઇસમો સામે નામજોગ ફોજદારી ગુનો દાખલ કર્યા બાદ કુલ છ લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે બાદ ઉપરોક્ત પકડાયેલા છ ઇસમોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એ કિસનના પાંચ દિવસના તેમજ બીજા ઈસમના ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા જ્યારે પકડાયેલા અન્ય ચાર ઈસમોની જામીન અરજી ના મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો.

 

[ ] સમગ્ર દાહોદ સહિત ગુજરાત ખળભળાટ મચાવનાર નકલી NA જમીન કૌભાંડમાં મેં માસમાં બે જુદી-જુદી ફરિયાદો દાખલ કર્યા બાદ જમીન કૌભાંડમાં મુખ્ય ભેજાબાજો સહિત ચાર ઈસમો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલવાસો ભોગી રહ્યા છે. તો બીજી તરફ શરૂઆતના તબક્કાથી જ માસ ઓર્ગેનાઈઝેશન ક્રાઇમ ગણાતા આ જમીન કૌભાંડમાં વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ નકલી એને પ્રકરણમાં સન 2000 થી આજ દિન સુધી, બિનખેતીના હુકમો તેમજ 73 એના હુકમોની ખરાઈ કરતા 9,500 પ્રોપર્ટી કાર્ડ માંથી અધધ કરી શકાય તેમ 219 જેટલા શંકાસ્પદ સર્વે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે ખોટી એન્ટ્રી પડાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી બીજા બાજુએ 4000 કરતા વધુ મિલકત ધારકો કે પ્રોપર્ટી કાર્ડ ધારકોને છેતરી એકબીજાના મેળાપીપળામાં જમીન કૌભાંડ આચરી હોવાનું સામે આવતા તાજેતરમાં દાહોદ પોલીસે ત્રણ જુદી જુદી ફરિયાદોમાં 33 લોકો સામે નામજોગ ગુના દાખલ કર્યા હતા.જેમાં નજમુદ્દીન ગાંગડીવાલા, મનનભાઈ જીનીયા,રાજેશ ગાંધી, યુસુફ કૈયા, બિલાલ તેમજ અદનાન સહિત ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જેઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. જયા નામદાર કોર્ટે ઉપરોક્ત છ પૈકી અજ્ઞાનના પાંચ દિવસના તેમજ બિલાલના ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. જ્યારે અન્ય ચાર પકડાયેલા ઇસમોને જામીન અરજી કરી હતી પરંતુ નામદાર કોર્ટે જામીન અરજી નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!