Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ..

December 21, 2021
        2091
ફતેપુરા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ..

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ

(પ્રતિનિધિ ) સુખસર,તા.21

સાજના પાંચ વાગ્યા સુધી 15 ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કરવામાં આવ્યા.

#Paid pramotion by શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં ૧૯ ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આજરોજ આઈ.કે.દેસાઈ હાઈસ્કુલ ફતેપુરા ખાતે સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં સાંજના પાંચ વાગ્યા સુધી 15 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા.જાહેર થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો આ મુજબ છે.

(1)નવાતળાવ-મંગળીબેન કાનાભાઈ મહિડા,(2)માધવા-નીલાબેન કમલેશભાઈ કટારા(3)નાનાસરણાયા- શાંતિલાલ નાનાભાઈ ડામોર,(4)પાટી-કિરણ કુમાર કાળુભાઈ ડોડીયાર,(5) 

 હડમત-સુમિત્રાબેન.ડી.ચારેલ,(6)રાવલનાવરુણા-જેથરીબેન બીજીયાભાઈ કટારા,(7)ખાખરીયા પૂર્વ-કલુભાઈ હીરાભાઈ ડામોર,(8) વડવાસ-લલીતાબેન કાળુભાઈ ગરવાલ,(9)આંમલીખેડા-રવિન્દ્રકુમાર કોયાભાઈ મહિડા, (10)લીંબડીયા- મીરાબેન શૈલેષભાઈ ગરાસીયા,(11) ભોજેલા-ગોવિંદભાઈ દલાભાઈ, પરમાર,(12)મોટીઢઢેલી-મનિષાબેન મિનેશભાઈ કટારા,(13)નવાગામ-રામુ ભાઈ કમજીભાઈ પારગી,(14) મોટીરેલ-દક્ષાબેન કલ્પેશભાઇ ડામોર,(15) જગોલા-ચુનીબેન દલસીગભાઈ વડખીયા નાઓ વિજય ઘોષિત થવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે ૧૫ જેટલી ગ્રામપંચાયતના મતગણતરી શરૂ હોવાનું જાણવા મળે છે જોકે આ તમામ પરિણામો આવતા હજી પણ કલાકોનો સમય લાગી શકે તેમ જણાઈ રહ્યું છે.વિજય થયેલા ઉમેદવારો તથા તેમના ટેકેદારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિજય સરઘસ કાઢી પોતાના ગામે પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!