સિંગવડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજીવન પદયાત્રાના ભાગરૂપે પ્રાકૃતિક ખેતીના પંચામૃત માટેની વિવિધ જાણકારી અપાઈ….
સિંગવડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજીવન પદયાત્રાના ભાગરૂપે પ્રાકૃતિક ખેતીના પંચામૃત માટેની વિવિધ જાણકારી આપવામાં આવી હતી.
સીંગવડ તા. ૨૧
સિંગવડ ગ્રામ પંચાયત ખાતે 21 10 2024 ના રોજ બપોરના ત્રણ કલાકે અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા 1843 પદયાત્રીઓના 151 ટુકડી 21 થી 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના 18000 જેટલા ગામડાઓમાં જઈ ગામ સંપર્ક અને પદયાત્રા કરીને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠના ધ્યેય અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનું ધ્યાન રાખીને ગામડાઓના સર્વાંગી વિકાસ તરફનું લક્ષ્ય રાખી ગુજરાતના વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સેવકો ગામડાના પ્રશ્નો જાણે શીખે સમજે અને તેમના દ્વારા તેમનું નવઘડતર થાય તેવા ઉદ્દેશ સાથે આ વર્ષ વિદ્યા વિદ્યાપીઠે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રામાં છ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે સિંગવડ ગ્રામ પંચાયત ખાતે પણ પ્રાકૃતિક ખેતી માટેની માહિતી આપવામાં આવી જેમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુ નુ મહત્વ ખેતીમાં મદદરૂપ ચક્રો જમીન સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો જીવામૃત બીજામૃત આચ્છાદન વરાપ તથા સહજીવી પાક વ્યવસ્થા અને પાક સંરક્ષણના અસ્ત્રો જેવા કે બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર નિમાસ્ત્ર દશપણી અર્ક સૂઠાસ્ત્ર ખાટી છાશ બનાવવાની રીત જણાવવામાં આવી હતી આ રીતે વર્તમાન દુનિયા સ્વાસ્થ્ય અને ગ્લોબલ વોર્મિંગ ની ભયાનક કસોટી થી કેટલું ઝઝુમી રહ્યું છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.