Thursday, 07/11/2024
Dark Mode

સ્ટીફન સ્કૂલમાં પરીક્ષા આપવા ગયેલો વિધાર્થી નેશનલ હાઇવે પર કાળનો કોળિયો બન્યો.. દાહોદના કાળીતળાઈ ગામે હાઈવે પર ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત,

October 21, 2024
        3742
સ્ટીફન સ્કૂલમાં પરીક્ષા આપવા ગયેલો વિધાર્થી નેશનલ હાઇવે પર કાળનો કોળિયો બન્યો..  દાહોદના કાળીતળાઈ ગામે હાઈવે પર ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત,

રાજેશ વસાવે :- દાહોદ 

સ્ટીફન સ્કૂલમાં પરીક્ષા આપવા ગયેલો વિધાર્થી નેશનલ હાઇવે પર કાળનો કોળિયો બન્યો..

દાહોદના કાળીતળાઈ ગામે હાઈવે પર ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત,

વિધાર્થીનો સ્કૂલ બેગ લોહીમાં લતપથ:બુક્સ, આઈકાર્ડ રસ્તા પર વિખેરાયા..

દાહોદ તા 21

સ્ટીફન સ્કૂલમાં પરીક્ષા આપવા ગયેલો વિધાર્થી નેશનલ હાઇવે પર કાળનો કોળિયો બન્યો.. દાહોદના કાળીતળાઈ ગામે હાઈવે પર ટ્રકે ટક્કર મારતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત,

દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે અમદાવાદ ઈન્દોર હાઈવે રોડ પર આઈશર ટ્રક ચાલકે બાઈક સવાર શાળાના વિદ્યાર્થીને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીનું ઘટના સ્થળે પ્રાણ પખેરૂ ઉડી ગયું હતું.જોકે ઉપરોક્ત મરણ જનાર વિદ્યાર્થી દાહોદ શહેરની સ્કૂલ શાળામાં અભ્યાસ કરતો કરતો હતો અને અત્યારે છ માસિક પરીક્ષા ચાલતી હોય આજે સવારે ઘરેથી સ્કૂલમાં પરીક્ષા આપવા ગયો હતો ત્યારબાદ પરત ઘરે આવવાની જગ્યાએ વિપરીત દિશામાં આવેલા કાળી તળાઈ નજીક નેશનલ હાઈવે પર પહોંચ્યો હતો. જ્યાં તે કાળનો કોળિયો બન્યો હતો. 

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ઈન્દોર હાઈવે રોડ ઉપર દાહોદ નજીક આવેલા કાળીતળાઈ ગામ નજીક બાઈક અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં દાહોદ શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતો અને સેલ્સ સ્ટીફન સ્કૂલ શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રેહાન પઠાણ હાલ શાળામાં છ માસિક પરીક્ષાઓ ચાલતી હોવાથી બસ સ્ટેશન તેના ઘરેથી સવારે પરીક્ષા આપવા ગયો હતો. ગુજરાતી બપોરના સમયે પરીક્ષા પૂર્ણ થયા બાદ ભરત ઘરે આવવાની જગ્યાએ બપોરના સમયે ઘરથી વિપરીત દિશામાં અપાચી ગાડી લઈને દાહોદ નજીક કાળીતળાઈ ગામ નજીક નેશનલ હાઇવે પર પહોંચ્યો હતો. જ્યાં આઈશર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક રેહાન પઠાણ જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત સર્જાયો હતો, અને બાઈક સવાર યુવક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યુ હતું.જોકે અકસ્માત મા બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો, અકસ્માત સર્જી આઈશર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો, ઘટનાની જાણ થતા દાહોદ રુરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને મૃતદેહને કબજો લઈ તેને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી ફરાર આઈશર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખની છે કે મરણ જનાર યુવક ઘરેથી વિપરીત દિશામાં નેશનલ હાઈવે ઉપર શું કામ ગયો હતો.? કોની જોડે ગયો હતો તે અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે વિધાર્થીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

*બાઈકના બે ટુકડા થયાં: વિદ્યાર્થીના લાશ પાસે પડેલો સ્કૂલ બેગ લોહીથી ખરડાયો.*

 અકસ્માત એટલો જબરદસ્ત હતો કે મરણ જનાર વિધાર્થી જે અપાચી મોટરસાયકલ લઈને આવ્યો હતો. તે બાઈક બે ટુકડામાં વેહચાઈ ગઈ હતી બાઈકનું કચ્ચરઘાણ વળી ગયો હતો.જયારે સ્કૂલ યુનિફોર્મમાં મરણ વ્યવસ્થામાં પડેલો વિદ્યાર્થીનો બેગ લોહીના ખાબોચિયામાં લથપથ થઈ ગયો હતો. એટલું જ નહીં સ્કૂલની ચોપડી પણ રસ્તા ઉપર વિખેરાઈ ગઈ હતી. જોકે અકસ્માત બાદ સ્કૂલના આઈકાર્ડ પરથી મરણ જનાર વિદ્યાર્થીની ઓળખ થઈ હતી.

*હેલ્મેટના અભાવે યુવક કાળનો કોળિયો બન્યો.*

 આજની આ ઘટનામાં બાઈક સવાર સ્કૂલનો વિદ્યાર્થી રેહાને હેલ્મેટ પહેર્યું નહોતું. જેના પગલે અકસ્માત બાદ જમીન પર પટકાતા તેના માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.જો આ વિદ્યાર્થીએ કદાચ હેલ્મેટ પહેર્યો હોત તો નાની મોટી ઇજાઓ થતી અને કદાચ કાળનો કોળિયો ન બન્યો હોત. હાલ પોલીસ દ્વારા સતત અકસ્માત નિવારણ અંગે તેમજ હાઇવે ઉપર હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તે માટે મુહિમ ચલાવવા આવી રહી છે. ત્યારે આ ઘટનાને જોઈ હેલ્મેટ અંગેની મુહિમને હજી વેગવંતી કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!