
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ગાંજાનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી જેલભેગો કરતી SOG…
ગાંજો આપનાર મધ્ય પ્રદેશના અન્ય એક ઈસમ સામે પણ ગુનો નોંધાયો, કુલ ૭૩૭ ગ્રામ ગાંજો ઝડપાયો..
ગરબાડા તા. ૨૧
ગરબાડા માં ગત તારીખ 20 ઓક્ટોબર ના રોજ દાહોદ એસ.ઓ.જી પોલીસ ના પી.આઈ એસ.જે રાણા ના માર્ગદર્શન હેઠળ દાહોદ એસ ઓ જી પોલીસની ટીમ ગરબાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને ખાનગી રહે બાકી મળી હતી કે ગરબાડા ના કટારા ફળિયામાં ભાડાના મકાનમાં રહેતો પ્રકાશકુમાર દલાલભાઈ દેવડા જે ગેરકાયદેસર રીતે લીલી વનસ્પતિ જન્ય ગાંજાના ઘટક વાળો માદક પદાર્થનું વેચાણ કરે છે જે બાતમીના આધારે એસ. ઓ. જી પોલીસે વોચ ગોઠવી આરોપી પ્રકાશકુમાર દલાલભાઈ દેવડા ને 737 ગ્રામ ગાજો કિંમત રૂપિયા 7,370 નો મુદ્દામાલ સાથે તેના ઘરે થી ઝડપી પાડીયો હતો અને ગાંજાનો મુદ્દામાં પૂરો પાડનાર મધ્યપ્રદેશના રાજગઢ ના તિરલા ગામના રહેવાસી મોનસિંગ પૂર્વે કાનો મીનામા સામેપણ એન.ડી.પી એક્ટ 1985 ની કલમ ૮ (સી) 20 (બી) 11 (બી ) મુજબ ગુના નોંધી પ્રકાશ નેજેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય એક ની અટક કરવાની બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે આમ દાહોદ SOG પોલીસને ગાંજા નું વેચાણ કરતા આરોપીને ગરબાડા ખાતે થી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.