રાહુલ ગારી :- ગરબાડા
તસ્કરોને પોલીસનો કોઈ ભય નથી.? એક મહિનામાં એક જ ગામમાં ચોથી વખત ચોરીનો પ્રયાસ..
ગરબાડા તાલુકાના ભીલવા ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:
ચોરોનો આતંક યથાવત 1 માસમાં ચોથી વખત તાળાં તુટ્યા, તસ્કરો બંધ મકાને બનાવે છે નિશાન: સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉભા થતા સવાલો.??
દાહોદ તા. 20
ગરબાડા તાલુકાના ભીલવા ગામ ખાતે આવેલા નદી ફળિયામાં અજાણ્યા ચોર ઈસમોએ બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં અજાણ્યા ઇસમો દરવાજાનો લોક તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.
મળતી વિગતો અનુસાર નદી ફળિયામાં રહેતા રમણભાઈ તેમજ માસમભાઈ ના મકાનના ઘરનાં દરવાજાનો લોક તોડીને અજાણ્યા ચોર ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા.અને ઘરમાં સામાન વેર વિખેર કરી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘરમાં રાખી મુકેલી તિજોરી તોડી તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો.જેમાં તેઓને કાંઈ નહીં મળતા તેઓ ઘરમાં રાખેલ ઘઉંના પીપડામાનું અનાજ ઢોળી તેમજ ઘરની અંદર મુકેલો સામાન વેર વિકેર કરીને નાસી છૂટ્યા હતા.જોકે ચોર આવ્યા અંગેની જાણ ગરબાડા પોલીસને પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકાના ભીલવા ગામમાં છેલ્લા ૧ માસમાં આ ચોરીનો ચોથો બનાવ બનવા પામ્યો છે.
જેમાં અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા એક સાથે ત્રણ ઘરના તાળા તોડ્યા હતા. 1 માસમાં માં 4 ચોરીનો બનાવ બનતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો. બંન્ને મકાન માલિક પોતાનું ગુજરાન ચલાવવા મજુરી કામ અર્થે બહાર ગામ હોવાથી કેટલુ ચોરાયું તેનો અંદાજ જાણી શકાયો નથી.તસ્કરો ને જાણે પોલીસ ને કોઈ પણ જાતના ડર ના હોય તેમ એક જ ગામ માં ચાર ચાર વખત ચોરીની ઘટના ને અંજામ આપી હતી .હાલ માં ગરબાડા નેશનલ હાઇવે પર લાગેલ સ્ટ્રીટ લાઈટ ના કેબલ પણ ચોરો કાપી લય ગયા હતા જેના કારણે હાઈવે વિસ્તારમાં આજે પણ અંધારપટ છવાયેલો છે.