ઈલિયાશ શેખ :- સંતરામપુર
તંત્રની બેદરકારી: સંતરામપુર નગરપાલિકા અને પુરવઠા વિભાગની મુખ્ય પાણીની પાઇપ લીકેજ થવાના કારણે પાણીનો બગાડ વધ્યો..
સંતરામપુર તા. ૨૦
સંતરામપુર બસ સ્ટેશન વિસ્તાર લુણાવાડા રોડ પાસે છેલ્લા ઘણા સમયથી મુખ્ય પાણીની પાઇપ લીકેજ થવાના કારણે સતત પાણીનો પ્રવાહ રોડ ઉપર જ રેલમછેલમ થઈ રહ્યો છે સ્થાનિક વેપારીઓ વારંવાર રજૂઆત કરવા છતાંય પાઇપની મરામત કરવામાં આવેલી જ નથી વેપારીઓનો દુકાન આંગણે જ તળાવની જેમ પાણી ભરાઈ રહે છે કેટલીક વાર તો નીચે ભોયરામાં પાણી ભરાઈ જતું હોય છે પુરવઠા વિભાગ અને પાલિકાની ગોર બેદરકારી જોવા મળી આવેલી છે પ્રાથમિક સુવિધા પાછળ અસંખ્ય પાલિકા ખર્ચ કરતી હોય છે તેમ છતાં કામગીરી કરવામાં નફ્તાઈ જોવાઈ રહેલી છે રોજ સવારે પાલિકા દ્વારા પાણી આપવામાં આવતું તે સમયે જ જ્યારે પ્લમ્બર વાલ ખોલે એટલે ચારે બાજુ પાઇપ લીકેજ થવાના કારણે સતત પાણી વેરાતું અને વેદફળ થતો જોવા મળી આવ્યું છે આવી સામાન્ય કામગીરી કરવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ ગયેલું છે આવી રીતે ઠેર ઠેર નગરના પંચર પાઇપો હોવાના કારણે લોકોન ઘરે પણ આપવામાં આવતું પાણી ધીરું થઈ જતું હોય છે મોટા ભગનું પાણી રોડ ઉપર જ ફરી વળતા પાણીનો બગાડ વધી રહેલો છે વહેલી તકે પાલિકા નગરના વિવિધ વિસ્તારો મને લુણાવાડા રોડ પાસે પંચર અને લીકેજ પાઇપોની રીપેરીંગ કરવામાં આવે તે માટે સ્થાનિક લોકોને વેપારીઓ ઇછી રહ્યા છે