ઘોર કળિયુગ…ઝાલોદ તાલુકામાં સગા પિતા અને કિશોર પ્રેમીના દુષ્કર્મથી સગીરા ગર્ભવતિ બની.
દુષ્કર્મ બાદ પખવાડિયા પહેલાં પ્રસુતિ બાદ બાળકનું નિધન..
સગીરાની માતાએ પતિ અને અન્ય એક સામે ફરિયાદ નોંધાવી.
દાહોદ તા. 18
દાહોદ જિલ્લામાં તાજેતરમાં દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર તોરણીમાં છ વર્ષિય બાળકી સાથે શારીરિક અડપલા બાદ આચાર્ય દ્વારા જ તેની હત્યા કર્યાની ઘટનામાં કોર્ટમાં ટ્રાયલ શરૂ થયુ છે. ચકચારી ઘટનાની સહી હજી સુકાઈ નથી ત્યારે હવે જિલ્લાના ઝાલોદ તાલુકાના એક ગામમાં સગીર પ્રેમી સાથે સગા પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાથી એક સગીરા ગર્ભવતિ બની હતી.એટલું જ નહીં પખવાડિયા પૂર્વ તેને પ્રસુતિ બાદ બાળકનું પણ મોત થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘટના કિશોરીની માતાએ જ પોતાના પતિ અને પ્રેમી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝાલોદ તાલુકાના એક ગામમાં રહેતી કિશોરીને તેના પિતાએ જ અવાર-નવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી. આનાથી વધુ ગામમાં રહેતાં એક સગીર વયના છોકરો પણ આ કિશોરીની એકલતાનો લાભ લઇને તેની ઉપર બળપૂર્વક દુષ્કર્મ આચરતો હતો.અને આ સગીર વયનો છોકરો કિશોરીનો પ્રેમી હોવાનું કહેવાય રહ્યું છે. અત્રે ઉલ્લેખનીએ છે કે સગીરા જોડે 13 જાન્યુઆરી 2024 બાદથી આ ઘટના બનવાનું શરૂ થયુ હતું.જેના લીધે આ સગીરાને ગર્ભ પણ રહી ગયો હતો.સગીરાની જે તે વખતે 15 વર્ષ અને 6 માસની ઉપર હતી ત્યારે હાલમાં 16 વર્ષ અને 4 માસની ઉમર ધરાવતી આ કિશોરીની પખવાડિયા પહેલાં તબિયત બગડતાં તેને દવાખાને ખસેડવામાં આવી હતી. આ કિશોરી ગર્ભવતિ હોવાથી તેણે બાળકને જન્મ આપ્યો હતો પરંતુ તે બાળકનું નિધન થઇ જતાં પરિવાર દ્વારા તેની દફનવિધિ કરવામાં આવી હતી.જોકે, ત્યાર બાદ 18 ઓક્ટોબરની સાંજે કિશોરીની માતાએ પોતાના પતિ અને ગામમાં જ રહેતાં છોકરા દ્વારા અવાર-નવાર દુષ્ક્રમને કારણે તેની દિકરી ગર્ભવતિ બનાવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે સગીરાના પિતા અને અન્ય એક છોકરા સામે ગુને દાખલ કરીને આગળની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. તોરણીની ઘટના બાદ વધુ એક સગીરા સામે તેના સગા પિતા દ્વારા જ દુષ્કર્મ આચરી તેને ગર્ભવતિ બનાવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
*સગીરાનું પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યુ હતું..*
18મી તારીખની સાંજે સગા પિતા અને અન્ય એક દ્વારા દુષ્કર્મ બાદ કિશોરીને ગર્ભવતિ બનાવ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસે આ પ્રકરણમાં ખુબ જ છુપી રીતે તપાસ કરી રહી છે. શનિવારના રોજ આ કિશોરીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
*સગીરા જોડે દુષ્કર્મની ઘટનામાં ગ્રામજનો અજાણ:કોઈ બોલવા તૈયાર નથી,સગીરા પ્રેમીને બચાવવા પિતાને ફસાવયાની ચર્ચાઓ..*
સગા પિતા દ્વારા કૃત્યની વાત ગામ લોકો માનવા તૈયાર નથી
સગા પિતાએ પૂત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાયા બાદ આ ઘટના ગામમાં ચર્ચાનો વિષય બનેલી છે. જોકે, આ ઘટના વિશે ગામમાં કોઇ કંઇ ખુલીને બોલાવા માટે તૈયાર નથી. છોકરી ગર્ભવતિ હતી તે પણ કોઇને ખબર નથી. પિતા દ્વારા આવું કૃત્ય લોકોને માનવામાં આવી નથી રહ્યુ. આ કેસમાં પ્રેમીને બચાવવા માટે છોકરી દ્વારા પિતાને ફસાવ્યાની આશંકા વ્યક્ત કરીને લોકો વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ કોઇ કંઇ ખુલીને બોલવા તૈયાર નથી.