
દાહોદમાં મધ્યપ્રદેશથી યુવતીને 23 યુનિટ લોહી ચડાવી ઑપરેશન કરાયું, સમાજના લોકોએ ખર્ચો ઉપાડ્યો
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રંભાપુર તાલુકાના સંજેલી બડા ટોલા ગામની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને અચાનક રક્તસ્ત્રાવ શરૂં થઈ ગયો હતો. લોહી એટલું વહેતુ થયું હતું કે, મહિલાને તાત્કાલિક હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી. સ્થાનીક હોસ્પિટલમાં સારવાર નહીં મળતાં તેને વડોદરાની હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી .જ્યાં બ્લ્ડ બેન્કમાંથી યુનીટ મળતાં 6 યુનીટ ખુન 3 દિવસ સુધી ચઢાવવું પડ્યું. હીમોગ્લોબીન 4 ગ્રામથી વધીને 8 સુધી આવ્યું અને પરિવારજનો દ્વારા દાહોદની પડવાલ વુમન હોસ્પિટલ ખાતે લઈ આવ્યાં હતાં. દાહોદની પડવાલ વુમન હોસ્પિટલમાં મહિલાને દાખલ કર્યાં બાદ તેની સારવાર શરૂં કરવામાં આવી હતી. ર્ડા. રાહુલ પડવાલ અને તેમની ટીમે સારવાર શરૂં કરી પ્રથમ 8 કલાકમા 7 યુનિટ અને બીજા 24 કલાકની અંદર મહિલાને 9 યુનીટ બ્લ્ડ ચઢાવવામાં આવ્યું હતું. આમ કુલ 23 યુનિટ લોહી મહિલાને ચઢાવીને સારવાર કરવામા આવી હતી.જરૂરી તપાસ બાદ મહિલાનું ઓપરેશન કરી ગર્ભાશય કાઢવામાં આવ્યું હતું. લગભગ પુરી સારવાર દરમ્યાન મહિલાને 23 યુનીટ બ્લ્ડ ચઢાવવામાં આવ્યું હતું જેમાંથી 15 યુનીટ બ્લ્ડ દાહોદમાં ચઢાવવામાં આવ્યું હતું. મહિલાની સ્થિતી જાેતા ગ્રામજનો અને પરિવારજનોએ બ્લ્ડની કમી ના પડવા દીધી. 15 યુવકોએ બ્લ્ડ આપી મહિલાને મદદ કરી હતી. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ની બ્લ્ડ બેન્ક દ્વારા ઝડપી સેવા પુરી પાડવાના આવી હતી.
જાણવા મળ્યાં અનુસાર, મહિલાના પરિવારની આર્થિક સ્થિતી સારી ન હતી. આ પ્રકારની સારવારનો ખર્ચ લગભગ 5 થી 10 લાખ રૂપીયાનો થતો હોય છે. આવા સમયે લબાના સમાજના લોકો આગળ આવ્યાં અને ગુપ્તદાનના માધ્યમથી મહિલાની સારવારનો સંપુર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો. સારવાર કરનાર ડોક્ટરે પણ પોતાની તરફથી સહયોગ આપ્યો હતો. હાલ મહિલાની તબીયત સારી છે. સારવાર કરનાર ડોક્ટર રાહુલ પડવાલ પાસેથી જાણવા મળ્યાં અનુસાર, સમાજના લોકો બંધ કવરમાં દર્દીના પરિવારજનોને નાણાં આપી જતાં રહેતાં હતાં. લબાના સમાજ ગુજરાતનો એક મોટો સમાજ છે. ઝાબુઓ જિલ્લામાં પણ લબાના સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. સમાજમાં આ રીતે મદદ કરવાની એક પરંપરા રહેતી આવી છે.
ઓપરેશન બાદ પણ રાત – દિવસ સારસંભાળ રાખતાં ડોક્ટર
મહિલાની મેસિવ બ્લ્ડ ટ્રાન્સફ્યુજન થેરેપી કરવામાં આવી હતી. આ સ્થિતીમાં સતત બ્લ્ડ ચઢાવવું પડે છે. રક્તસ્ત્રાવ સતત થઈ રહ્યું હતું. તારીખ 12 મી ડિસેમ્બરના રોજ રાત્રીના 12 વાગ્યાના આસપાસ ઓપરેશન શરૂં કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ડોક્ટર અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીની સતત સાર સંભાળ અને દેખરેખ રાખતાં હતાં. મહિલાને કોઈપણ ઉપચારમાં રક્તસ્ત્રાવ બંધ થઈ રહ્યો ન હતો. આ ઓબરેટ્રિક હિસ્ટ્રેક્ટ્રોમી સ્થિતીમાં થાય છે. આ પ્રકારની સમસ્યામાં ગર્ભાશય નીકાળવું એકમાત્ર ઉપચાર છે. આ સિવાય કોઈ ઉપાય નથી. મહિલાને પહેલાથી બે બાળકો છે. ઓપરેશન બાદ રક્તસ્ત્રાવ નિયત્રંણમાં આવ્યું છે.
પ્લેજેટા એક્રેટા કંડીશન ઃ આમાં બચવાની સંભાવનાઓ ઘણી ઓછી હોય છે.
ર્ડા. રાહુલ
પડવાલના જણાવ્યાં અનુસાર, મહિલાની ગર્ભાશય થેલી અંડાશયમાં જતી રહી હતી. અંદર ખુબ ઈન્ફેક્શન પણ હતું. મેડીકલ ભાષામાં આને પ્લેજેટા એક્રેટા કંડીશન કહેવામાં આવે છે. આ માટે જટીલ સર્જરી કરવી પડે છે. આ પ્રકારની સર્જરી કરવામાં દર્દીના બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે.
————————–