Tuesday, 31/01/2023
Dark Mode

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આવતીકાલે યોજાશે..

December 20, 2021
        669
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આવતીકાલે યોજાશે..

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી આવતીકાલે યોજાશે..

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં ગતરોજ ૩૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી સમ્પન્ન થઈ છે. દાહોદ જિલ્લામાં કુલ મતદાન ૮૨.૪૧ ટકા થયું છે. આજે એટલે કે, તારીખ ૨૧મી ડિસેમ્બરને મંગળવારના રોજ મત પેટીઓમાં સીલ થયેલ ઉમેદવારોનું ભાવી ખુલશે અને કયો ઉમેદવાર જીતશે અને કયો ઉમેદવાર હારશે તે નક્કી થનાર છે. સૌથી વધુ મતદાન દેવગઢ બારીઆમાં ૮૭.૫૯ ટકા થયું છે જ્યારે સૌથી ઓછુ મતદાન સંજલી તાલુકામાં ૭૭.૨૫ ટકા થયું છે.

દાહોદ જિલ્લામાં ૨૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં ૩૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણી ગતરોજ યોજાઈ ગઈ. વહેલી સવારથીજ કડકતી ઠંડીમાં મતદારોની લાંબી કતારો જાેવા મળી હતી. શાંતિપુર્ણ રીતે દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી સંમ્પન્ન થઈ હતી. જિલ્લામાં કુલ મતદાન ૮૨.૪૧ ટકા નોંધાયું છે. દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ૯ તાલુકા દીઠ મતદાનની વાત કરીએ તો, દાહોદ તાલુકામાં ૮૧.૬૬ ટકા, ગરબાડા તાલુકામાં ૭૯.૩૬ ટકા, ઝાલોદ તાલુકામાં ૮૨.૬૪ ટકા, ફતેપુરા તાલુકામાં ૮૦.૩૦ ટકા, સંજેલી તાલુકામાં ૭૭.૨૫ ટકા, લીમખેડા તાલુકામાં ૮૫.૮૩ ટકા, ધાનપુર તાલુકામાં ૮૦.૩૧ ટકા, સીંગવડ તાલુકામાં ૮૪.૦૦ ટકા અને દેવગઢ બારીઆમાં ૮૭.૫૯ ટકા મતદાન થયું છે. આજે એટલે કે, તારીખ ૨૧મી ડિસેમ્બરને મંગળવારના રોજ મત પેટીઓ ખુલશે અને મતગણતરી થનાર છે ત્યારે વહેલી સવારથીજ ઉમેદવારો પોતપોતાના સમર્થક, કાર્યકરો સાથે મતગણતરી સ્થળે પહોંચી જશે. મતગણતરીના દિવસે પણ કોઈ અનીચ્છીયન બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.

બોક્સ ઃ-

દાહોદ જિલ્લામાં મતદાન કરવામાં મહિલાઓ પુરૂષોની હરોળમાં અગ્રેસર

દાહોદ, દાહોદ જિલ્લમાં પંચાયતની ચુંટણી હોય, લોકસભાની ચુંટણી હોય કે, પછી વિધાનસભાની ચુંટણી હોય તમામ ચુંટણીઓમાં મહિલાઓ મતદાન પ્રત્યે જાગૃતતા દર્શાવી છે. વહેલી સવારથી મહિલાઓની લાંબી કતારો જાેવા મળી હતી. પરિવારની તેમજ ગૃહસ્થ જીવનની જવાબદારીઓ સાથે સાથે મહિલાઓ મતદાન કરતાં ચુકી નથી. દાહોદ જિલ્લામાં મહિલાઓએ મતદાન કરવામાં અગ્રસતા દાખવી છે. સ્ત્રી શક્તિ આજે સાચા અર્થમાં સાર્થક થતી જાેવા મળી હતી. દાહોદ જિલ્લા ગ્રામ પંચાયતમાં મહિલા મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ ૪૦૦૩૨૩ મતદારો નોંધાયાં છે તેમાંય સાંજના પાંચ વાગ્યા સુધી ૩૦૪૨૦૬ મહિલાઓએ મતદાન કર્યું હતું જેની સંખ્યામાં જિલ્લામાં પુરૂષોની વાત કરીએ તો ૩૯૮૧૪૮ મતદારોનો સમાવેશ થાય છે જેમાં ૨૯૯૧૮૨ પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું.

બોક્સ ઃ-

દાહોદ જિલ્લામાં ૦૯ તાલુકામાં સમાવિષ્ટ ૩૫૧ ગ્રામ પંચાયતોના સમાવિષ્ટ મતદારો

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ૦૯ તાલુકાઓમાં કુલ ૩૫૧ પૈકી ૩૨૭ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાઈ હતી. દાહોદ જિલ્લામાં કુલ ૮૦૫૩૫૬ મતદારોનો સમાવેશ થાય છે જેમાં પુરૂષ ૪૦૧૫૭૬ અને મહિલા ૪૦૩૭૮૦ની સંખ્યા ધરાવે છે. દાહોદ તાલુકાની વાત કરી એ તો, દાહોદ તાલુકામાં કુલ ૫૫ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઈ હતી જેમાં પુરૂષ મતદારો અને મહિલા મતદારોની સંખ્યાની વાત કરીએ તો પુરૂષ મતદારોમાં કુલ ૯૪૪૮૩ અને મહિલા મતદારોમાં ૯૪૮૮૧ મળી કુલ ૧૮૯૩૬૪ મતદારો સમાવિષ્ટ છે.
તેવીજ રીતે ગરબાડા તાલુકાની વાત કરીએ તો ગરબાડા તાલુકામાં કુલ ૨૧ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઈ હતી જેમાં પુરૂષ મતદારોમાં ૩૫૮૮૦ અને મહિલા મતદારોમાં ૩૬૧૭૯ મળી કુલ ૭૨૦૫૯ મતદારોનો સમાવેશ થાય છે.
ઝાલોદમાં ૪૩ ગ્રામ પંચાયતોમાં ૫૩૪૯૯ પુરૂષ મતદારો અને ૫૨૪૫૯ મહિલા મતદારો મળી કુલ ૧૦૫૯૫૮ મતદારોનો સમાવેશ થાય છે.
ફતેપુરામાં ૩૨ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પુરૂષ મતદારોમાં ૪૧૫૭૦ અને મહિલા મતદારોમાં ૪૧૬૯૯ મળી કુલ ૮૩૨૬૯ મતદારોનો સમાવેશ થાય છે.
સંજેલીમાં કુલ ૧૨ ગ્રામ પંચાયતોમાં ૧૬૯૯૫ પુરૂષ મતદારો અને ૧૭૨૦૯ મહિલા મતદારો મળી કુલ ૩૪૨૦૪ મતદારોનો સમાવેશ થાય છે.
લીમખેડામાં ૩૬ ગ્રામ પંચાયતોમાં ૩૯૫૧૦ પુરૂષ મતદારો અને ૪૦૩૬૦ મહિલા મતદારો મળી કુલ ૭૯૮૭૦ મતદારોનો સમાવેશ થાય છે.
ધાનપુરમાં ૪૪ ગ્રામ પંચાયતોમાં પુરૂષ મતદારોમાં ૪૪૪૫૧ અને મહિલા મતદારોમાં ૪૪૫૭૬ મળી કુલ ૮૯૦૨૯ મતદારોનો સમાવેશ થાય છે.
સીંગવડમાં ૩૦ ગ્રામ પંચાયતોમાં ૨૭૩૭૪ પુરૂષ મતદારો અને ૨૭૭૪૩ મહિલા મળી કુલ ૫૫૧૧૭ મતદારોનો સમાવેશ થાય છે.
દેવગઢ બારીઆમાં ૫૧ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાઈ હતી જેમાં ૪૭૮૧૪ પુરૂષ મતદારો અને ૪૮૬૭૪ મહિલા મતદારો મળી કુલ ૯૬૪૮૮ મતદારોનો સમાવેશ થાય છે.

—————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!