
માનગઢ ધામના વિકાસમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો સિંહ ફાળો રહ્યો છે – શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર….
માનગઢ ધામનો સંપૂર્ણ વિકાસ કરી ટૂંક સમયમાં શહીદ સ્મારક તરીકે જાહેર કરવામાં આવશે – શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર
દાહોદ તા. ૧૪
માનગઢ ધામ ખાતે આજરોજ વિકાસ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે સંતરામપુર તાલુકાના ધારાસભ્ય , ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ . કુબેરભાઈ ડિંડોર સાહેબે ના અધ્યક્ષ સ્થાને માનગઢ ધામ ખાતે માનગઢધામ પદયાત્રા યોજવામાં આવી હતી દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબેએ ૨૩ વર્ષ પહેલાં સરું કરેલ વિકાસયાત્રાના ગૌરવને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ઐતિહાસિક માનગઢધામ મા અવિરત વિકાસ કાર્યોને લઈને માનગઢધામ પદયાત્રા યોજવામાં આવી હતી ભારત માતા મંદિર થી શરૂ થયેલ પદયાત્રાની શરૂઆત શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે ભારત માતા મંદિર થી માતાજી ની આરતી ઉતારી ગુરુ ગોવિંદ ની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી ભારત માતાકી જય, ગુરુ ગોવિંદ કી જય, ભગવાન બિરસા મુંડા કી જય જેવા વિવિધ નારાઓ બોલાડી ધજા અને તિરંગાઓ ફરકાવી પદયાત્રા યોજવામાં આવી હતી ભારત માતા મંદિર થી શરૂ થયેલ પદયાત્રા સત્સંગ હોલ ખાતે પૂર્ણ કરી સત્સંગ હોલમાં જાહેર સભા સંબોધવા માં આવી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને શિક્ષણ મંત્રીએ સંબોધીને જણાવ્યું હતું.
દેશના તેમજ ગુજરાતના વિકાસમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સિંહ ફાળો રહ્યો છે માનગઢ ધામના વિકાસની અવિરત ચિંતા દેશના વડાપ્રધાન કરી રહ્યા છે આદિજાતિના લોકો સંપૂર્ણ રીતે પગભર,સમૃદ્ધ બને તે દિશામાં દેશના વડાપ્રધાન રાત દિવસ કામ કરી રહ્યા છે માનગઢધામ ના વિકાસમાં મોદી સાહેબનો સિંહ ફાળો રહ્યો હોવાનું જણાવી આવનાર સમયમાં માનગઢ ધામને રાષ્ટ્રીય સહિત સ્મારક તરીકે જાહેર કરવાની ઘોષણા કરી હતી કાર્યક્રમના અંતે સંતરામપુર તાલુકા માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંતરામપુર તાલુકામાં કુલ ૫૯૨૬ પૈકી સમાવિષ્ટ બટકવાડા, ભમરી , ભાણાસિમલ ખેડાપા ,મોટીક્યાર, સીમલીયા ગામોના કુલ ૧૦૩૮ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને નવીન મકાન બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વળવાઇ, પશ્ચિમ રેલવેના સભ્ય રીતેશભાઈ પટેલ, જિલ્લા બાળ વિકાસ અધિકારી ચંદ્રિકાબેન, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી ગાયત્રી પરિવાર માંથી રામજી ગુરુજી સહિત મોટી સંખ્યામાં લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા .
-માનગઢ ધામ ખાતે યોજાયેલ કાર્યક્રમની કેટલીક ઝલકો