Wednesday, 06/11/2024
Dark Mode

દિલ્હીની DRI એજેન્સીની MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી:દાહોદના બે સહીત 4 પકડાયા.. આદિવાસી વિસ્તારમાં ડ્રગનો કાળો કારોબાર,મેંઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો ઝડપાયો,

October 14, 2024
        546

દિલ્હીની DRI એજેન્સીની MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી:દાહોદના બે સહીત 4 પકડાયા..

આદિવાસી વિસ્તારમાં ડ્રગનો કાળો કારોબાર,મેંઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો ઝડપાયો,

36 કિલો પાઉડર તેમજ 76 કિલો લીકવીડ ફોર્મમાં જથ્થો જપ્ત કરાયો..

દાહોદ તા.14

દિલ્હીની DRI એજેન્સીની MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી:દાહોદના બે સહીત 4 પકડાયા.. આદિવાસી વિસ્તારમાં ડ્રગનો કાળો કારોબાર,મેંઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો ઝડપાયો,

ગુજરાતના અંકલેશ્વરમાં કરોડો રૂપિયાની એમડી ડ્રગ્સ પકડાયા બાદ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના સરહદે આવેલા જાગવાના મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં દવા બનાવતી કંપનીમાં કેન્દ્ર સરકારની DRI ની ટીમ દ્વારાદરોડા પાડી અધધ..કહી શકાય તેમ 168 કરોડ કિંમતની 112 કિલો જેટલી MD મેફ્રોડ્રોન ડ્રગનો જથ્થો જપ્ત કરી દાહોદના બે વડોદરાનો એક મળી કુલ ચાર લોકોની અટકાયત કરી હતી.

દિલ્હીની DRI એજેન્સીની MP ના જી.આઇ.ડી.સી વિસ્તારમાં મોટી કાર્યવાહી:દાહોદના બે સહીત 4 પકડાયા.. આદિવાસી વિસ્તારમાં ડ્રગનો કાળો કારોબાર,મેંઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 168 કરોડનું 112 કિલો MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો ઝડપાયો,

 મેઘનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મેઘનગર ફાર્મ કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગતરોજ દિલ્હીની DRI ડાયરેકટેડ રેવન્યુ ઇન્ટેલિજન્ટ ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરોક્ત ટીમોએ દરોડા દરમિયાન ઉપરોક્ત દવા બનાવતી કંપનીમાંથી 36 kg ડ્રગ પાઉડર 76 કિલોગ્રામ લિક્વિડ ફોર્મ માં મળી કુલ 112 kg MD મેફ્રોડોન ડ્રગનો જથ્થો જપ્ત કરી કંપનીને સીલ મારવામાં આવી હતી . સાથે સાથે કંપનીમાં હાજર વિજય ગોવિંદ સિંઘ રાઠોડ રહે. પુષ્પક બંગલા છાણી વડોદરા, રતન નેવાભાઈ નળવાયા, વૈભવ રતન નળવાયા, તેમજ રમેશ દીતીયા બસી વેરાવલી તળાવ ફળિયા મેઘનગર મળી કુલ ચાર ઈસમોને ધરપકડ કરી તેમની વિરુદ્ધ એમડીપીએસ ન્યુ એકટ 21 (c), 25,27(A), 24 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 *ઉપરોક્ત કંપનીનો માલિક ગુજરાતનો હોવાનું સામે આવ્યું.*

 ઉપરોક્ત દવાની કંપનીમાં પ્રાથમિક માહિતી અનુસાર દોઢ વર્ષ અગાઉ ગુજરાતના દીપક નામક વ્યક્તિ દ્વારા હેન્ડઓવર કરવામાં આવી હતી.જેમાં શરૂઆતમાં દવા બનાવ્યા બાદ એમડી ડ્રગનું નિર્માણ કરી વેચવામાં આવી રહ્યું હતું. પકડાયેલા ઉપરોક્ત ચારે વ્યક્તિઓ પૈકી વડોદરાનો વિજય રાઠોડ સંચાલક હોવાનું સામે આવ્યું છે, તેમજ દાહોદ તાલુકાના નવાગામના ઉપરોક્ત બંને વ્યક્તિઓ ઓપરેટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. જયારે અન્ય એક પકડાયેલો મેઘનગર નો રમેશ બસી ચોકીદાર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

*ઉપરોક્ત ચાર પૈકી સંચાલક ચાર દિવસના રિમાન્ડ પર, ત્રણ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.*

 ઉપરોક્ત મેઘનગર ફાર્મ કેપ પ્રાઇવેટ લિમિટેડ માં પ્રતિબંધિત 168 કરોડની એમ.ડી ડ્રગ સાથે પકડાયેલા ચારેય ઇસમોને કોર્ટમાં રજૂ કરતા સંચાલક વિજય રાઠોડના નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે પકડાયેલા અન્ય ત્રણ ઈસમોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

*ત્રણ ફોર્મમાં MD ડ્રગ વેચાઈ રહ્યો હતો:DRI ની એજન્સીએ મશીનરી સહિતનો સામાન જપ્ત કર્યો.* 

 ઉપરોક્ત દવા બનાવતી કંપનીમાં પકડાયેલા ડ્રગ ના જથ્થામાં ડીઆરઆઈની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી , કેમિકલ તેમજ અન્ય મશીનરી જપ્ત કરી હતી. એટલું જ નહીં ઉપરોક્ત ઈસમો, ઇન્જેક્શન ફોર્મ, પાઉડર ફોર્મ તેમજ અન્ય એક ફોર્મ મળી કુલ 3 ફોર્મમાં MD ડ્રગ બનાવી રહ્યા હોવાનું એજન્સીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હાલ દાહોદના પકડાયેલા બંને ઈસમો કેટલા સમયથી આ એમડી ડ્રગ્સના રેકેટમાં સંકળાયેલા છે. દાહોદ સહિતના આસપાસના વિસ્તારોમાં તેઓએ આ એમડી ડ્રગનો સપ્લાય કર્યો છે. આ તમામ બાબતો હવે એજન્સી અને પોલીસ તપાસ નો વિષય બની જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!