
રાજેશ વસાવે :- દાહોદ
પહાડ શાળા ના ભાષા શિક્ષક પ્રકાશભાઈ અને જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ બાળકવિ વૈશાલીબેન જિલ્લામાં પ્રથમ નંબરે
દાહોદ તા. ૧૪
દાહોદ. GCERT ગાંધીનગર પ્રેરિત તથા DIET દાહોદ આયોજિત ગરવી ગુજરાત થીમ અંતર્ગત સિંગવડ તાલુકાના જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં બાળકવિ સ્પર્ધામાં પહાડ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશભાઈ આચાર્ય અને જાગૃતિબેન પાઠક નાં માર્ગદર્શન હેઠળ હઠીલા વૈશાલીબેન રાજુભાઈ એ તરસ્યો ગુજરાતી શિર્ષક પર ગુજરાતની અસ્મિતા ને દુહા છંદ અને અલંકારથી સજજ કાવ્ય રચી નિર્ણયકોને મંત્રમુગ્ઘ કરી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરવા બદલ ડાયટના પ્રાચાર્યશ્રી તેમજ ડાયટ પરિવાર તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
આગામી સમયમાં આ દીકરી દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ઝોન કક્ષાએ જશે